Mukhya Samachar
Gujarat

યુવકનો પેટ્રોલપંપ પર આત્મ વિલોપનનો પ્રયાસ

Young man attempts self-immolation
  • યુવકનો પેટ્રોલપંપ પર આત્મ વિલોપનનો પ્રયાસ
  • દીવાસળી ચાંપે એ પહેલાં બચાવી લેવાયો
  • પેટ્રોલપંપ પર એક મોટી દુર્ઘટના થતાં અટકી
Young man attempts self-immolation
Young man attempts self-immolation at a petrol pump

રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગઇકાલે રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને કારણે આ યુવાનનો જીવ બચી ગયો હતો, આથી મોટી દુર્ઘટના ટળી હતી. યુવાને આક્ષેપ કર્યો હતો કે થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો. હાલ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર દૃશ્યો પેટ્રોલપંપના સીસીટીવીમાં કેદ થયાં છે. સીસીટીવીમાં જોવા મળે છે કે રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગત રાત્રિના 10.51 વાગ્યે મયૂર ભીખાભાઇ સોંદરવા નામનો યુવક જ્વલંવશીલ પદાર્થ સાથે આવ્યો હતો. પેટ્રોલપંપની ઓફિસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબામાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો. બાદમાં માચીસ કાઢી દીવાસળી ચાંપે એ પહેલાં પેટ્રોલપંપનો સ્ટાફ અને અન્ય લોકો દોડી આવ્યા હતા. એમાંથી એક યુવાન દોડીને આવતો હતો ત્યારે તેનો પગ જ્વલનશીલ પ્રવાહી પડતાં લપસ્યો હતો અને ધડામ દઇને જમીન પર પટકાયો હતો.

Young man attempts self-immolation
Young man attempts self-immolation at a petrol pump

જોકે આ યુવાન ઊભો થઈને મયૂરને રોક્યો હતો. બાદમાં પેટ્રોલપંપમાં કામ કરતા સ્ટાફ તેમજ અન્ય લોકોની સમય સૂચકતા અને સતર્કતાને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. જોકે મયૂરના આત્મવિલોપનને રોકતાં જ પેટ્રોલપંપ પર એક મોટી દુર્ઘટના થતાં અટકી ગઇ હતી. બાદમાં પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી યુવાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Young man attempts self-immolation
Young man attempts self-immolation at a petrol pump

આત્મવિલોપન કરવા પહોંચેલા મયૂર સોંદરવાએ જણાવ્યું હતું કે આજથી 15 દિવસ પૂર્વે તે પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવ્યા બાદ શૌચક્રિયા માટે ગયો હતો. તેને પોતાને પથરીની બીમારી હોવાથી થોડી વાર લાગી હતી, આથી પેટ્રોલપંપ સંચાલક દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ માટે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરી, ફરિયાદ કરવાને બદલે પોલીસ મને સમાધાન કરવા કહી રહી છે. ન્યાય ન મળતાં આત્મવિલોપન કરવા નિર્ણય કર્યો હતો. બીજી તરફ, પેટ્રોલપંપના સંચાલક કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે તેને માર માર્યો નથી, તે ગાળો બોલતાં ઝપાઝપી થઈ હતી. આ સમયે પણ પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે એ સમયે હોસ્પિટલનું બહાનું બનાવી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઝપાઝપી થઈ એ દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઇ પટેલના ભત્રીજાનો દીકરો હોવાનું જણાવ્યું હતું.

 

Related posts

ગુજરાતમાં ખેડૂતોએ ભવ્ય હરિ મંદિરના નિર્માણ માટે જમીન આપી, મહંત સ્વામીએ કર્યું ભૂમિપૂજન

Mukhya Samachar

ખેડૂતો માટે મોટા સમાચાર: 14 પાકોના ટેકાના ભાવમાં કરાયો વધારો 

Mukhya Samachar

વડોદરામાં એશિયાના સૌથી મોટા હેરિટેજ કાર-શોમાં થયું સમાપન, વિજેતાઓને ટ્રોફી અપાઈ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy