• આજે રિલીઝ થશે કેકેનું છેલ્લું સોન્ગ
• ગુલઝારે લખ્યું છે આ સોંગ
• શાંતનું મોઈત્રાએ કર્યું છે કમ્પોઝ
શ્રીજીત મુખર્જીની ફિલ્મ ‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’નું ટ્રેલર 3 જૂને રિલીઝ થયું હતું. હવે તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનું પહેલું ગીત ‘ધૂપ પાની બેહને દે’ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ ગીત લેટ સિંગર કેકેએ ગાયું છે, કેકેનું છેલ્લું ગીત આજે એટલે કે 6 જૂને રિલીઝ થશે.ફિલ્મ ક્રિટિક્સ અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેણે લખ્યું, “‘શેરદિલ’ KKનું ગીત આજે રિલીઝ થશે. T-Series અને Reliance Entertainment આજે તેમની ફિલ્મ ‘ધૂપ પાનીબહેન દે’નું પહેલું ગીત રિલીઝ કરશે. આ ગીત KKએ ગાયું છે, ગુલઝારે લખ્યું છે અને શાંતનુ મોઇત્રાએ કમ્પોઝ કર્યું છે.”
કૃષ્ણ કુમાર કુન્નાથ ઉર્ફે કેકેનું 31 મેના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. કેકે ગુરુદાસ કોલેજના ફેસ્ટમાં પરફોર્મ કરવા કોલકાતા પહોંચ્યા હતા. પર્ફોર્મન્સ પછી તે હોટલ પહોંચ્યો, જ્યાં તેની તબિયત લથડી હતી અને તેનું નિધન થયું હતું.
કેકેએ બોલિવૂડ માટે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. ‘બચના એ હસીનો’નું ‘ખુદા જાને’ હોય કે ‘આશિકી 2’નું ‘પિયા આયે ના’ હોય, KKએ પોતાના અવાજથી બધાના દિલ જીતી લીધા. આ સિવાય કેકેએ ‘યારો’, ‘પલ’, ‘કોઈ કહેતે રહે’, ‘મેંને દિલસે કહા’, ‘આવારાપન બંજારાપન’, ‘દસ બહાને’, ‘અજબ સી’ અને ‘દિલ ઇબાદત’, ‘ તુ હી મેરી જેવા ઘણા સુંદર ગીતો ગાયા છે.