ટાર્ગેટ કિલિંગને લઈને જમ્મુ અને કશ્મીરમાં વાતાવરણ પહેલેથી જ ખૂબ ગરમ છે
રામબનમાં પણ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
ભાદરવાહમાં કોમી તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
ટાર્ગેટ કિલિંગને લઈને જમ્મુ અને કશ્મીરમાં વાતાવરણ પહેલેથી જ ખૂબ ગરમ છે, જ્યારે હવે કોમી તણાવને જોતા, જમ્મુ અને કશ્મીર પોલીસે ડોડા જિલ્લાના ભદરવાહ શહેરમાં ફ્લેગ માર્ચ બાદ કર્ફ્યુ લાદ્યો છે. હવે પ્રશાસને ભદરવાહ સહિત કિશ્તવાડ, ડોડા અને રામબનમાં પણ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
પોલીસનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં.સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા દ્વારા શહેરમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,જેને ધ્યાનમાં રાખીને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ શહેરમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
સાથે જ શાંતિ જાળવી રાખવા સેનાને બોલાવવામાં આવી છે અને સાવચેતીના ભાગરૂપે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. નૂપુર શર્માની વાંધાજનક ટિપ્પણીને લઈને જમ્મુના ભદરવાહની એક મસ્જિદમાંથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે ભાદરવાહમાં કોમી તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા