TDSના નિયમોમાં 1 જુલાઇથી નવા ફેરફાર થવા જઇ રહ્યા છે
નિયમો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે.
જોઈન્ટ સેક્રેટરી કમલેશ સી વાર્શ્નેયે લાભો સમજાવ્યા
સેલ્સ પ્રમોશન માટે બિઝનેસમાંથી થતા નફા પર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સના નિયમોમાં 1 જુલાઇથી નવા ફેરફાર થવા જઇ રહ્યા છે. હવે નિયમો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આ નવી જોગવાઈઓના અમલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય બજેટમાં આવક લિકેજને રોકવા માટે આવકવેરા અધિનિયમ, 1961માં એક નવી કલમ, 194R ઉમેરવામાં આવી છે જેમાં વર્ષમાં રૂપિયા 20,000 થી વધુનો લાભ આપતી કોઈપણ વ્યક્તિ માટે 10 ટકાના દરે TDS જરૂરી છે.
નાણા મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી કમલેશ સી વાર્શ્નેયે લાભો સમજાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, લાભોમાં ડૉક્ટરો દ્વારા મેળવેલા મફત દવાના નમૂનાઓ, વિદેશી ફ્લાઇટ ટિકિટો અથવા મફત ઈન્ડિયન પ્રીમિયર લીગ ટિકિટ અને ઘણું બધું સામેલ છે. વાર્શ્નેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આને જાહેર કરવું જોઈએ. વધુમાં ઉમેર્યું હતું કે, આ વસ્તુઓ વેચવામાં આવતી નથી તેમ માની તેને ટાળવી જોઈએ નહીં.
CBDTએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલ જેવી સરકારી સંસ્થાને લાભ અથવા અનુદાન આપવામાં આવે તો કલમ 194R લાગુ થશે નહીં, તથા સેલ્સ ડિસ્કાઉન્ટ,રોકડ ડિસ્કાઉન્ટ અને ગ્રાહકને સેક્શન 194Rના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખીને છૂટછાટની પણ જાહેરાત કરી છે.વધુમાં, જો મોબાઇલ ફોન જેવા લાભો રેન્ડરિંગ સેવાના હેતુ માટે ઉપયોગ કર્યા પછી ઉત્પાદિત કંપનીને પરત કરવામાં આવે (સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના કિસ્સામાં) તો તે નવી જોગવાઈના દાયરામાં આવશે નહી.