દિવાળીના તહેવારને લઈ રેલવે સ્ટેશન હોય કે પછી બસ સ્ટેશન, પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વધારાનની 2300 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરતા હોય છે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે.
એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવાશે. જોકે, સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવશે.જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહે.
એસ. ટી. નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું છે કે, દિવાળીને લઈને એસ.ટી નિગમ વધારાની બસ દોડાવશે. જેથી મુસાફરોને હાલાકી ન પડે તે માટે વધારાની બસ દોડાવવામાં આવશે. દિવાળીના તહેવાર દરમિયાન 2300 વધારાની બસ દોડાવશે. તમામ અધિકારી હેડકવટર્સમાં રહી સંચાલનમાં મદદ કરશે.આ વખતે સંખ્યા વધવાની શકયતા સાથે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત તેમજ તમામ ડેપોમાંથી પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને વધારા બસ દોડાવવા સૂચના આપવામાં આવી છે. એડવાન્સ ઓનલાઈન બુકીંગ કરેલું હશે તો આવક જાવક બંને તરફની ઓનલાઈન બુકીંગ કર્યું હશે
તો 10 ટકા ડિસ્કાઉન્ટ અને એક તરફનું બુકીંગ કરેલ હશે તો 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને દિવાળી દરમિયાન વધારાની બસનું ભાડું સવા ગણું હશે.જોકે, પ્રવાસીઓ એસટી બસનું ઓનલાઈન બુકિંગ કરાવી શકેશે. તેમજ તમામ ડેપોમાંથી પ્રવાસીઓની જરૂરિયાતપ્રમાણમાં બસો દોડવશે. દિવાળી તહેવારને લઈ પ્રવાસીઓની સુવિધા માટે એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગત વર્ષે 18935 ટ્રીપથી 8.80 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી અને 9.38 કરોડ આવક મેળવી હતી.