અવિવાહીત દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવવું તે પિતાની જવાબદારી છે. જો દીકરી ભણવા માગે છે, તો તેને પ્રોત્સાહિત કરવું જોઈએ. દિલ્હીની એક કોર્ટે આ ટિપ્પણી એક અવિવાહીત દિકરીની અરજી મંજૂર કરી હતી, જેમાં તેના પિતા પાસેથી તેના ઉચ્ચ શિક્ષણના ખર્ચને ઉઠાવાની માગ કરી હતી.
કડકડડૂમા ફેમિલી કોર્ટે કહ્યું કે, દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો ખર્ચ પિતાએ આપવાનો હોય છે. કોર્ટે એવું પણ કહ્યું કે, દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાની પિતાની જવાબદારી છે. પણ સાથે જ એવું પણ જોવું જરુરી હોય છે, પિતા એટલા સમર્થ છે કે નહીં, તેની પુષ્ટિ માટે કોર્ટે એક રિપોર્ટ મગાવ્યો હતો. જેમાં ખબર પડી કે, પિતાને સારો એવો બિઝનેસ હતો. તે ફક્ત એટલા માટે દીકરીના ભણતરનો ખર્ચ નહોતો ઉઠાવતો કેમ કે દીકરી પોતાની માતા સાથે અલગ રહેતી હતી.
તેના પર કોર્ટે કહ્યું કે, આ કોઈ આધાર નથી. આવી હાલત કોઈ કારણે જ બની હશે, જે પતિ-પત્નીને અલગ રહેવું પડ્યું હોય. તેના માટે છોકરીને તેના શિક્ષણથી વંચિત ન કરી શકાય. પિતાએ તેના ઉંચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવવો જ પડશે. 19 વર્ષિય છોકરીએ અરજીમાં કહ્યું કે, તેની માતા શિક્ષણનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ છે. પિતા જાણી જોઈને તેનો ખર્ચો ઉઠાવવા માગતા નથી.