ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 24 મેના રોજ એક રોમાંચક મુકાબલો જોવા મળશે જ્યારે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. પંજાબ કિંગ્સ આ સિઝનમાં પ્લેઓફમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂક્યું છે પરંતુ હવે તેની નજર ટોપ-2માં સ્થાન મેળવવા પર છે. જો પંજાબ આ મેચ જીતી જાય છે, તો 2014 પછી આ પહેલી વાર હશે જ્યારે ટીમ લીગ સ્ટેજમાં ટોપ-2 માં હશે.
બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગઈ છે. હવે દિલ્હી પાસે છેલ્લી મેચ જીતીને સન્માન સાથે સીઝનનો અંત કરવાની એક જ તક છે. આ મેચ ટીમ માટે પોતાની પ્રતિષ્ઠા બચાવવા અને કેટલાક યુવા ખેલાડીઓને અજમાવવાની તક હશે.
ચહલ એક ખાસ સીમાચિહ્ન હાંસલ કરવાની અણી પર છે
ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં આજની મેચ પંજાબ કિંગ્સ માટે ખૂબ જ ખાસ રહેશે, કારણ કે ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પાસે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં T20 ક્રિકેટમાં ખાસ સ્થાન મેળવવાની સુવર્ણ તક છે.
ચહલ હાલમાં આ સ્થળે 22 ટી20 વિકેટ સાથે ઓલ ટાઈમ લિસ્ટમાં ચોથા ક્રમે છે. જો તે આજની મેચમાં 3 વિકેટ લે છે, તો તે કેવિન કૂપર (23 વિકેટ) અને શેન વોટસન (24 વિકેટ) ને પાછળ છોડીને આ મેદાન પર સૌથી વધુ T20 વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી જશે.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે T20 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- સિદ્ધાર્થ ત્રિવેદી – ૩૬
- શેન વોટસન – ૨૪
- કેવિન કૂપર – 23
- યુઝવેન્દ્ર ચહલ – ૨૨
- શેન વોર્ન – ૨૦
ચહલ પાસે આ યાદીમાં ઉપર ચઢવાની સારી તક છે અને તેના વર્તમાન ફોર્મને ધ્યાનમાં લેતા, આજની મેચમાં તે સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. જો ચહલ આજે 3 કે તેથી વધુ વિકેટ લે છે, તો તે આ મેદાન પર ફક્ત સિદ્ધાર્થ ત્રિવેદી (36 વિકેટ) થી પાછળ રહેશે. ચહલ પહેલાથી જ IPLના ઇતિહાસમાં સૌથી સફળ સ્પિનરોમાંનો એક છે અને હવે તે જયપુરમાં પણ એક નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. ચાહકોને પણ આજે તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- યુઝવેન્દ્ર ચહલ – ૨૧૯
- ભુવનેશ્વર કુમાર – ૧૯૪
- પિયુષ ચાવલા – ૧૯૨
- સુનીલ નારાયણ – ૧૯૦
- આર અશ્વિન – ૧૮૭