What's Hot
- Yoga Day 2025: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે યોગ દ્વારા તેઓ કેવી રીતે સ્વસ્થ થયા? ઘાયલ થયા બાદ તેમને હોસ્પિટલમાં જવું પડ્યું
- જો તમે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માંગતા હો, તો આ રામબાણ ઉપચાર અપનાવો
- તમારા આખા શરીરને ફિટ રાખવા માટે દરરોજ આ યોગ આસનનો અભ્યાસ કરો
- Aaj Ka Panchang 21 June 2025 : આજે યોગિની એકાદશીનું વ્રત જાણો ક્યાં સુધી છે શુભ મુહૂર્ત
- આજે આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, મળશે કોઈ સારા સમાચાર, જાણો આજનું રાશિફળ
- OnePlus એ કરી મોટી તૈયારીઓ, ટૂંક સમયમાં લોન્ચ કરશે ગેમિંગ સ્માર્ટફોન
- શું કરુણ નાયર અને જીતેશ શર્મા પોતાની ટીમ બદલશે, શું તેમણે અચાનક મોટો નિર્ણય લીધો?
- અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું- ‘318 શરીરના અંગો મળ્યા’
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં કોણ સત્તાનો સરતાજ બન્યુ તે 8 ડિસેમ્બરના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપના મૂળુ બેરાની જીત થઈ છે. તો આપના ઇસુદાન ગઢવીની ભૂંડી હાર થઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર કોણ વિજયી બન્યું તે તે અહીં જાણી શકાશે. ખંભાળિયા બેઠક પરથી ભાજપમાંથી મુળુભાઈ બેરા, કોંગ્રેસમાંથી વિક્રમ માડમ અને આપમાંથી ઇસુદાન ગઢવી વચ્ચે ખરાખરીનો જંગ છે. કેટલા ટકા મતદાન થયું ખંભાળિયા બેઠક…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, અત્યાર સુધીમાં ટ્રેન્ડમાં 152 બેઠકો પર ભાજપ આગળ છે. જ્યારે કોંગ્રેસ 19 અને આપ 07 બેઠકો પર જ્યારે અપક્ષ 04 બેઠકો પર આગળ છે. ત્યારે રાજકોટ દક્ષિણની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાની 50749 મતો સાથે ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના હિતેશ વોરાને 13724 મત મળ્યા છે અને આપના શિવલાલ બારસિયાને 12160 મત મળ્યા છે. ત્યારે 37 હજારથી પણ વધારે મતોથી રમેશ ટીલાળાની રાજકોટ દક્ષિણ બેઠક પર જીત થઈ છે. રાજકોટ દક્ષિણ રાજકોટમાં વર્ષોથી વિપક્ષો પરિવર્તન કરી શક્યા નથી, પરંતુ, આ વખતે ભાજપે જ નેતૃત્વ અને ઉમેદવારોમાં મોટું આંતરિક…
ગુજરાતમાં સોરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પર 1લી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું જ્યારે આજ સવારથી સમગ્ર ગુજરાતમાં મતગણરી હાથ ધરાઈ છે જેમાં ભાજપનો ભગવો લેહરાઈ રહ્યો છે ત્યારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયાની જીતથી થઈ છે. ભાનુબેન બાબરિયા 74939 મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારને 14196 મત મળ્યા છે જ્યારે આપના ઉમેદવાર વંશરામભાઈને 27318 મત મળ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાખીયો જંગ જોવા મળ્યો હતો. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી હતી. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ભાનુબેન બાબરિયાએ બીએ એલએલબી સુધી અભ્યાસ…
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ અંગે રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપ ઉમેદવાર દર્શિતા શાહની જીત ભવ્ય જીત થઇ છે, જયારે કોંગ્રેસ ઉમેદવાર મનસુખ કાલરીયાની કારમી હાર થઇ છે. દર્શિતા શાહને 77,000 થી વધુ મત મળ્યા છે, જયારે કોંગ્રેસ ઉમેદવાર મનસુખ કાલરીયાને માત્ર 17,000 અને આપના ઉમેદવાર દિનેશ જોશીને 15,000 જેટલા મત મળ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહે 54,000થી વધુ મતોની લીડ સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પણ રેકોર્ડ તોડ્યો છે. સૌરાષ્ટ્રનો ભાજપનો ગઢ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રી આપ્યા છે. છેલ્લા 37 વર્ષથી ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પરથી…
અમદાવાદમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ છે. અમદાવાદમાં ભાજપની સાત બેઠકો પર જીત જોવા મળી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસની માત્ર એક બેઠક પર જ જીત થઇ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 13 બેઠકો પર ભાજપ આગળ છે. અમદાવાદમાં ધાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે તો શહેરની નારણપુરા, વેજલપુર, સાબરમતી, નિકોલ અને એલિસબ્રિજ પર ભાજપની જીત થઇ છે. અમદાવાદમાં માત્ર જમાલપુર બેઠક પર જ કોંગ્રેસ જીતી શકી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે અને પીએમ મોદીએ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી છે. ગૃહમંત્રી…
ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી હતી, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ વખતે રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા હતા તેમજ કોંગ્રેસે દિપક વેકરીયાને ટિકિટ આપી હતી જ્યારે આમ આદમી પાર્ટીએ રોહિત ભૂવાને મેદાને ઉતાર્યા હતાં. આ બેઠક પર ઓલ ઓવર જોઈએ તો મહોનસિંહ રાઠવા અને જયેશ રાદડિયા દબદબો રહ્યો છે. આ બેઠકનો રાજકીય ઈતિહાસ જેતપુર વિધાનસભા બેઠકની રાજકીય ઈતિહાસ તપાસીએ તો માલુમ પડે છે કે, 1999 પછી ભાજપ અને કોંગ્રેસનો બંન્નેનો દબદબો રહ્યો છે. 2012માં કોંગ્રસમાંથી…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેકની નજર સુરતની મજૂરા વિધાનસભા બેઠકના ચૂંટણીના પરિણામ પર હતી. કારણ કે આ બેઠક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચૂંટણી લડી રહ્યા હતા. 2008નાં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી મજૂરા બેઠક એ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો મતવિસ્તાર હોવાથી આ બેઠકને હાઈ પ્રોફાઈલ માનવામાં આવતી હતી. આ બેઠક પર હર્ષ સંઘવીની સામે કોંગ્રેસે બળવંત જૈનને મેદાનમાં ઉતાર્યા હતા. તો આમ આદમી પાર્ટીએ PVS શર્માને ટિકિટ આપી હતી. દક્ષિણ ગુજરાતમાં 1લી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. દક્ષિણ ગુજરાતમાં કુલ 66.62 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં મજૂરા બેઠક પર કુલ 58.07 મતદાન નોંધાયું હતું. મતદાનના આંકડાઓએ ભાજપ, કોંગ્રેસ અને…
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવાના આશય સાથે તમામ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. રાજ્યમાં શાસક પક્ષ ભાજપ માટે આ ચૂંટણી ખૂબ મહત્વની હતી. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આ ગૃહ રાજ્ય છે. સાથે જ કોંગ્રેસ માટે પોતાની સાખ બચાવવા માટે આ ચૂંટણી જીતવી જરૂરી માનવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં ઘણી વિધાનસભાની સીટ પર મુખ્ય રાજકીય પક્ષોની ચાંપતી નજર હતી. દ્વારકા વિધાનસભા બેઠક પણ આ મહત્વની વિધાનસભા બેઠકો પૈકીની એક હતી. ભાજપનો અભેદ્ય ગઢ ગણાતી દ્વારકા બેઠક પર કબજો કરવા માટે અને સાત વખત ધારાસભ્યની ચૂંટણી જીતેલા કદાવર નેતા પબુભા…
ગુજરાતના મુખ્યમંત્રી અને ઘાટલોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ (દાદા) ની જંગી બહુમતી સાથે જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેના ચૂંટણી જંગમાં દરેક લોકોની નજર ઘાટલોડિયા બેઠક પર હતી. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. તો આમ આદમી પાર્ટીએ વિજય પટેલને ટિકિટ આપી હતી. દર વખતે આ બેઠક પર બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી હતી, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે…
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલાં જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અંતે, ચૂંટણીપંચે 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતાં આતુરતાનો અંત આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર, જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. એમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું, જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે, જે ગઈ ચૂંટણી કરતાં 4 ટકા જેટલું ઓછું છે. એની સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામમાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને…