What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવાર, 7 મેના રોજ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહ્યું છે. આ દરમિયાન એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે દેશના યુવાનોને ખરેખર પ્રેરણા આપશે. ગુજરાતના નડિયાદમાં એક યુવકે પોતાના મતદાનના અધિકારનો પૂરો ઉપયોગ કરીને પગનો ઉપયોગ કરીને મતદાન કર્યું. મતદારનું નામ અંકિત સોની છે. મત આપ્યા બાદ અંકિતે શું કહ્યું? લોકો તેનો વોટ આપવાનો વીડિયો પસંદ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIના વીડિયો અનુસાર, અંકિતે પોતાના પગના અંગૂઠા પર વોટિંગની શાહી લગાવી અને તેના પગથી EVM મશીન પર વોટ નાખ્યો. પોતાનો મત આપ્યા પછી, અંકિતે ચૂંટણી…
Travel News: જો તમે જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માંગતા હો, તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) એ એક નવું પેકેજ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત તમે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન દ્વારા દક્ષિણમાં હાજર જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. આ યાત્રા 25મી મેથી શરૂ થશે. પ્રવાસમાં કેટલા દિવસનો સમય લાગશે અને તેમાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે? તેની સંપૂર્ણ વિગતો અહીં જાણો. આ સુવિધાઓ ઉપલબ્ધ થશે 1. રહેવા માટે હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે. 2. આ ટૂર પેકેજમાં સવારની ચાથી લઈને નાસ્તો, લંચ અને ડિનર સુધીની સુવિધાઓ ઉપલબ્ધ હશે. 3. તમને મુસાફરી વીમાની સુવિધા પણ મળશે. 4. પ્રવાસ દરમિયાન તમારી સાથે…
ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી લોકસભા ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે ગુજરાત સહિત 19 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થશે. ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજકોટમાં પરષોત્તમ રૂપાલા અને પોરબંદરના મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. હવે, 25 બેઠકો પર મતદાનની ટકાવારી વિશે માહિતી આપતા, ચૂંટણી પંચે કહ્યું કે બપોરે 1 વાગ્યા સુધી 37.83% મતદાન થયું છે. તમને જણાવી દઈએ કે આજે ગુજરાતમાં 25 સીટો પર મતદાન થઈ રહ્યું છે. સુરતમાં ભાજપે એક બેઠક કબજે કરી લીધી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર…
Lok Sabha Election 2024 :વડોદરાની લોકસભા બેઠક પર 3 વાગ્યા સુધી 48.49 ટકા મતદાન થવા પામ્યું છે. તેમજ વાઘોડિયા બેઠક પર પણ મતદાન હાલ ચાલી રહ્યું છે. ભાજપે ઉમેદવાર તરીકે ર્ડા. હેમાંગ જોશીને મેદાને ઉતાર્યા હતા. જેની સામે કોંગ્રેસ દ્વારા જસપાલસિંહ પડિયારને મેદાને ઉતાર્યા છે. વડોદરા બેઠક પર કુલ 14 ઉમેદવાર ઉભા રહ્યા છે. આ બેઠક પર 19 લાખ 42 હજાર મતદારો મતદાન કરવાનાં છે. અગ્નિ સંસ્કાર પહેલા કનુભાઈએ પુત્રી સાથે મતદાન કર્યું પાદરાનાં મોભા ગામે દુઃખદ ઘટના બની હતી. જેમાં મોભા ગામે રહેતા કનુભાઈ નગીનભાઈ ભાવસાનાં ધર્મ પત્નિ સરોજબેનનું 35 વર્ષનીં ઉંમરે અવસાન થયું હતું. સરોજબેન છેલ્લા ઘણા સમયથી…
Loksabha Election 2024: આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. મતદાન કરવુ ભારતના દરેક નાગરિકની ફરજ અને મૂળભૂત અધિકાર છે. ત્યારે રાજકોટમાં ભાજપ તરફી મતદાન કરતો વીડિયો વાયરલ થયો છે. મતદાન મથક પર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતા વીડિયો વાયરલ થયો છે. બીજી તરફ ભરૂચમાં મતદાન મથકમાં નિયમોને નેવે મુકાયા. મતદાન મથક પર મતદાન કરતો ફોટો વાયરલ થયા છે. યુવકે મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મતદાન મથકમાં મોબાઈલ લઇ જવાની મનાઈનો નિયમ નેવે મૂકાયો છે. યુવાને મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે.
Loksabha Election : ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન શરુ છે. તમને જણાવી દઈએ કે, સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન ચાલુ છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ ક્રિકેટર નયન મોગિયા એ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતુ, લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 ટકા મતદાન થયુ છે. તો ચાલો આપણે જોઈએ રમત-ગમતના પરિવારમાં કોણ કોણે પોતાનો મત આપ્યો છે. તમને જણાવી દઈએ કે, વડપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં પોતાનો…
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાનના આ દિવસે જ્યાં વરરાજા લગ્નના મંડપમાં પહોચતા પહેલા મતદાન બુથ પર પહોચી પોતાની ફરજ નીભાવી છે. દાહોદના ધાનપુર ગામે વરરાજા પર્વત ભાઈ પરમારે લગ્ન બંધનમાં બંધાતા પહેલા મતદાન કરવા પહોચ્યાં છે. ધાનપુરના કોટમંબી ગામના તે રહેવાસી છે આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે પણ લગ્ન કરતા પહેલા દેશ તરફી પોતાની ફરજ અદા કરવા મતદાન મથકે લગ્નના પોશાકમાં મતદાન કરવા પહોચ્યાં હતા. કોટમંબી ગામના વરરાજા પર્વત ભાઈ જાન લઈને જતા વરરાજા મતદાન કરવા પહોચ્યાં હતા. તેમણે ગરબાડા વિધાનસભામાં મતદાન કર્યું હતુ અને મતાધિકારની ફરજ નિભાવી હતી.…
Loksabha Election : હર્ષ સંઘવી આજે સવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. તેઓ પરિવારની સાથે વાજતે ગાજતે મતદાન મથક પહોંચ્યા અને મતદાન કર્યું હતું. ગુજરાતમાં આજે લોકશાહીનું પર્વ ઉજવાઇ રહ્યુ છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યુ છે અને રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ મતદાન કર્યુ છે. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે પરિવાર સાથે મતદાન કર્યુ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે નવસારી લોકસભામાં મતદાન કર્યુ છે. હર્ષ સંઘવી આજે સવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા…
Loksabha Election 2024 : આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. અમિત શાહ પત્ની સોનલ શાહ તથા પુત્ર જય શાહ સાથે નારણપુરાની સબઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યુ છે. નારણપુરા વિસ્તારના જાણીતા કામેશ્વરમહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે પૂજા કરી. આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. અમિત શાહ, પત્ની સોનલ શાહ તથા પુત્ર જય શાહ સાથે નારણપુરાની સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યુ છે. મતદાન બાદ અમિત શાહ અને સોનલ શાહ મહાદેવના શરણે જઈને આશિર્વાદ…
Loksabha Election 2024 : કથાકાર મોરારી બાપુ વહેલી સવારે મતદાન કરવા પહોચ્યાં હતા. અહીં મતદાન કર્યા બાદ મોરારી બાપુએ મતદારોને પણ મતાધીકારનો ઉપયોગ કરવાની આપીલ કરી હતી. મોરારી બાપુએ આ પ્રંસગે કહ્યું હતુ કે દુનિયામાં આપણા દેશનું લોકતંત્ર ખુબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓ સવારથી જ મતદાન કરવા મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા છે. આ સાથે દેશના વડાપ્રધાન મોદી પણ વહેલી સવારે મતદાન કરવા પહોચ્યાં હતા. આ સાથે દેશના ગૃહમંત્રીઅમિત શાહે પણ મતદાન કર્યું હતું. હવે ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જાણીતા કથાકાર મોરારી બાપુ એ પણ મતદાન કર્યું હતુ.…