અત્યારે મહિને-મહિને અને નાના પેકિંગમાં તેલ વધુ વેચાય છે.
નવેમ્બર-ડિસેમ્બરમાં સીંગતેલ સહિતના તેલીબિયાંની આવકો સારી હોય છે
ગુજરાતમાં મુખ્યત્વે સીંગતેલ અને કપાસિયા તેલનું ચલણ વધારે છે.
ચાલુ વર્ષે સીંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ સહિતનાં ખાદ્યતેલોના ભાવમાં એકધારો વધારો થઈ રહ્યો છે.ખરીદીની પેટર્નમાં થયેલા ફેરફારના કારણે લોકોને તેલના ભાવમાં થતાં વધારાની અસર વધુ દેખાય છે. અગાઉ લોકો બલ્કમાં એટલે કે એક વર્ષનું તેલ એકસાથે લઈ લેતા હતા. તેની સામે અત્યારે મહિને-મહિને અને નાના પેકિંગમાં તેલ વધુ વેચાય છે. આ રીતે ખરીદી કરવાથી ગ્રાહકોને વાર્ષિક 15-20%ની બચત થઈ શકે છે.ઘઉ, ચોખા અને મસાલાની જેમ આખા વર્ષ માટે તેલની ખરીદી થઈ જતી હતી. સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં સીંગતેલ સહિતના તેલીબિયાંની આવકો સારી હોય છે અને પ્રોડક્શન પણ વધારે હોય છે.
આના કારણે આ ગાળામાં ખાદ્યતેલની ખરીદી ઘણી સસ્તી પડે છે.ગુજરાતમાં મુખ્યત્વે સીંગતેલ અને કપાસિયા તેલનું ચલણ વધારે છે. આ વર્ષે દિવાળી બાદથી જોઈએ તો 15 કિલોના સીંગતેલના ડબ્બાનો ભાવ અંદાજે રૂ. 800 જેટલો વધ્યો છે. નવેમ્બરમાં દિવાળીના અરસામાં સીંગતેલ રૂ. 2100-2150 હતું, એ અત્યારે રૂ. 2850-2950 ચાલી રહ્યું છે. એવી જ રીતે કપાસિયા તેલના ભાવ પણ અત્યારે વધીને રૂ. 2700-2750 પ્રતિ 15 કિલો ચાલી રહ્યા છે.