ભારતીય શેરબજાર આજે શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે ખુલ્યું, પરંતુ શરૂઆતના કારોબારમાં લીલા નિશાન પર ટ્રેડિંગ થતું જોવા મળ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આજે ૧૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧,૪૬૫ પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ ૫૦ પોઈન્ટના વધારા સાથે ૮૧૬૪૦ પર ટ્રેડ થતો જોવા મળ્યો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેરો લીલા રંગમાં અને 17 શેરો લાલ રંગમાં ટ્રેડ થતા જોવા મળ્યા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 0.09 ટકા અથવા 22 પોઈન્ટના ઘટાડા સાથે 24,810 પર ફ્લેટ ટ્રેડિંગ કરતો જોવા મળ્યો. NSE પર ટ્રેડ થયેલા 2503 શેરોમાંથી 1220 શેર લીલા નિશાનમાં, 1206 શેર લાલ નિશાનમાં અને 77 શેર યથાવત રહ્યા.
સેન્સેક્સ શેરની સ્થિતિ
આજે સેન્સેક્સ પેક શેરોમાં, ઝોમેટો, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, નેસ્લે ઇન્ડિયા, અદાણી પોર્ટ્સ, લાર્સન એન્ડ ટુબ્રો, અદાણી પોર્ટ્સ, મારુતિ, ICICI બેંક, HDFC બેંક અને ટાઇટનમાં તેજી જોવા મળી હતી. તે જ સમયે, ITC, HUL, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI, પાવરગ્રીડ, TCS, સન ફાર્મા, ભારતી એરટેલ, કોટક બેંક, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, NTPC, મહિન્દ્રા & મહિન્દ્રા, HCL ટેક, ઇન્ડસઇન્ડ બેંક, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો જોવા મળ્યો.
આઇટી શેરોમાં ઘટાડો
સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી આઇટીમાં સૌથી મોટો ઘટાડો 0.92 ટકા જોવા મળ્યો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો 0.52 ટકા, નિફ્ટી મીડિયા 0.38 ટકા, નિફ્ટી મેટલ 0.82 ટકા, નિફ્ટી ફાર્મા 0.35 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 0.17 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.13 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.22 ટકા, નિફ્ટી હેલ્થકેર 0.21 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.15 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.18 ટકા અને નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમ 0.67 ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.05 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.17 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ એક્સ-બેંક 0.37 ટકા અને નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.72 ટકા વધ્યા હતા.