ઈમ્પોર્ટેડ કાર્સ ઉપર નેપાળમાં 298 ટકા સુધીનો તોતિંગ ટેક્સ લાગે છે
ભારતીય કિંમત કરતાં નેપાળમાં કારની કિંમત ત્રણ ગણી વધારે છે
પાકિસ્તાનમાં કારની કિંમત ભારતીય માર્કેટ કરતાં બમણી છે
Tata Safari કારની વાત કરીએ તો, ભારતમાં તેની કિંમત 15.25 લાખ રૂપિયાથી શરૂ થઈ 23.46 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધીની છે. . નેપાળમાં ત્રણ રો ધરાવતી આ કારની કિંમત ભારતીય રૂપિયા પ્રમાણે 63.56 લાખ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે, ભારત કરતાં નેપાળમાં Tata Safari 2.7 ગણી વધારે મોંઘી છે ભારતમાં કાર બનાવતી કંપનીઓ પોતાની કાર પાડોશી દેશ નેપાળમાં પણ એક્સપોર્ટ કરે છે. પણ નેપાળમાં આ કાર્સ ઉપર એટલો તોતિંગ ટેક્સ નાખવામાં આવે છે કે, જેને કારણે ભારતીય માર્કેટમાં આ કારોની કિંમત કરતાં નેપાળમાં તેની કિંમત ત્રણ ગણી વધી જાય છે. આ ઉપરાંત ભારતીય માર્કેટમાં વેચાતી અનેક કારને પાકિસ્તાનમાં પણ વેચવામાં આવે છે, પણ ભારત કરતાં પાડોશી દેશ પાકિસ્તાનમાં આ કારોની કિંમત તમને ચોંકાવી દેશે. ભારતમાં કારની કિંમત કરતાં પાકિસ્તાનમાં કારની કિંમત બમણી થઈ જાય છે.
જો કે, 6 અને 7 સીટર SUVની વાત કરીએ તો, તેની શરૂઆત 83.49 લાખ રૂપિયા NPR (Nepalese rupee)થી શરૂ થઈ 1 કરોડ NPR સુધીની છે.જો પાકિસ્તાન ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો, Suzuki દ્વારા ભારત ઉપરાંત પાકિસ્તાનમાં અનેક કાર્સ ઓફર કરવામાં આવે છે, જેમાં Alto, Wagonar અને Swift જેવી કારોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં Altoની કિંમત 14.75 લાખ PKR(Pakistani rupee)થી શરૂ થાય છે. ભારતીય રૂપિયા પ્રમાણે તેની કિંમત અંદાજે 6 લાખ રૂપિયા થાય છે. જ્યારે પાકિસ્તાનમાં Wagon Rની કિંમત 20.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે ભારતીય રૂપિયા પ્રમાણે 8.47 લાખ રૂપિયા થાય છે.