થોડા દિવસો પહેલા કૃષ્ણાએ રોતા રોતા પોતાના મામા ગોવિંદા પાસે માફી માંગી હતી.
કૃષ્ણા બાદ હવે ગોવિંદાએ મનિષ પોલના શોમાં એન્ટ્રી કરી છે.
તેમણે ખુલા દિલથી પોતાના ભત્રીજાની માફીને સ્વીકાર કરી છે
ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર મામા-ભત્રીજાની વચ્ચે કોલ્ડ વોર ખતમ થઈ ગઈ. ચીચી મામાએ ફાઈનલી પોતાના પ્રીય ભત્રીજા કૃષ્ણા અભિષેકને માફ કરી દીધો છે. વર્ષો સુધી બન્નેની વચ્ચે તણાવ રહ્યો. રિસાઈ ગયેલા મામાને મનાવવા માટે કૃષ્ણાએ ઘણી વખત પબ્લિકલી માફી પણ માંગી હતી. બન્નેની વચ્ચે પેચઅપનો ખૂબ મોટો ક્રેડિટ ફેમસ હોસ્ટ મનીષ પોલને જઈ શકે છે. તેણે એ કરી બતાવ્યું જે ઘણા લોકો કરવામાં ફેલ રહ્યા હતા.
મનીષ પોલના પોડકાસ્ટ શોમાં આ પેચઅપનો સાક્ષિ રહ્યો છે. આ શોમાં થોડા દિવસો પહેલા કૃષ્ણાએ રોતા રોતા પોતાના મામા ગોવિંદા પાસે માફી માંગી હતી. કૃષ્ણા બાદ હવે ગોવિંદાએ મનિષ પોલના શોમાં એન્ટ્રી કરી છે. તેમણે ખુલા દિલથી પોતાના ભત્રીજાની માફીને સ્વીકાર કરી છે. મનીષ પોલે સોશિયલ મીડિયા પર ગોવિંદાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક્ટરને કહે છે- “કૃષ્ણા અહીં આવીને માફી માંગીને ગયો છે સર તમારે હવે તેને કંઈ કહેવું છે તો કહો પ્લીઝ, આ મારી રિક્વેસ્ટ છે.”
ગોવિંદાએ પછી કૃષ્ણા અભિષેકની માફી પર કહ્યું- “કૃષ્ણા માટે, આરતી માટે તમે બધા મારી ફેવરેટ બહેનના બાળકો છો. મને પોતાની બહેન પ્રત્યેથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો. પરંતુ હું એવો નથી કે મારા કોઈ પણ વ્યવહારનાં કારણે તમે દુખી થાઓ. તમે પણ એવા નથી. તમારા માટે સદૈવ એ માફી છે. પ્લીઝ રિલેક્સ, તમારી સાથે કોઈ મુશ્કેલી નથી. ભગવાન તમારૂ ભલુ કરે, ઓલ ધ બેસ્ટ, મહેનત કરતા રહો. “