અમદાવાદની એક ઈમારતમાં લિફ્ટ તૂટવાની ઘટના તાજી જ છે, 8 શ્રમિકોના મોતની ગુંજ હજી સંભળાઈ રહી છે. ત્યારે સુરતમાં સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે.
અમદાવાદ બાદ સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતના પાંડેસરાના પેરેલિયમ એપાર્ટમેન્ટમાં આ ઘટના બીન હતી. એપાર્ટમેન્ટના 14 માં માળે બિલ્ડિંગમાં લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક લિફટનુ કામ કરતા એક શ્રમિક નીચે પટકાયો હતો. આટલે ઉંચેથી નીચે પટકાતા જ શ્રમિક મોતને ભેટ્યો હતો. પરંતું એટલી વારમાં બીજો શ્રમિક તેને બચાવવા ગયો હતો. જેથી તેનું પણ મૃત્યુ થયું. ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ગુજરાતમાં બે દિવસના ગાળામાં જ લિફ્ટ તૂટવાની આ બીજી ઘટના છે. ત્યારે સતત બની રહેલી આ ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે. ફરી એકવાર બેદરકારી સામે આવી છે. આવી રીતે કામ કરતા શ્રમિકોને કેમ સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી. પેરેલિયમ એપાર્ટમેન્ટમાં દુર્ઘટના માટે કોણ જવાબદાર? લિફ્ટ તૂટતાં 2 શ્રમિકો મોતને ભેટ્યા તો જવાબદારી કોની? શ્રમિકોની સલામતીની કેમ દરકાર ન લેવાઈ? સલામતીની સ્થિતિને કેમ નજર અંદાજ કરવામાં આવી? શું શ્રમિકોને સેફ્ટીની વ્યવસ્થા આપવામાં આવી હતી? નિર્માણાધીન બિલ્ડિંગમાં મજૂરોના મોત ક્યારે અટકશે? લિફ્ટ કેમ બની રહી છે મજૂરોના મોતનું કારણ? શું ઘટના પછી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી? શ્રમિકોના મોત મામલે બિલ્ડર સામે કાર્યવાહી કરાશે? નિર્માણાધીન બિલ્ડિંગમાં કેમ તૂટી રહી છે લિફ્ટ?
Wednesday, 30 April 2025
Trending
- દૂધના પાવડરથી ગુલાબ જાંબુ બનાવવાની સરળ રેસીપી, મોંમાં નાખતા જ ગાયબ થઈ જશે
- આમળાનો રસ પીવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે, તે મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી ઝડપથી નોંધી લો
- KKR ની જીતથી ખળભળાટ મચી ગયો, દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓ ઉભી થઈ
- શ્રીલંકા સામેની મેચમાં આ મોટી ભૂલ કરવા બદલ ICC એ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો
- ફાફ ડુ પ્લેસિસે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, 40 વર્ષની ઉંમરે પણ મળેવી આ મહાન સિદ્ધિ
- દિલ્હીમાં ભારે વરસાદ પડશે, આ અઠવાડિયે હવામાન કેવું રહેશે? અહીં જાણો
- રામ મંદિરનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? જાહેર થઈ ગઈ ફાઇનલ તારીખ
- મરાઠા યોદ્ધા રઘુજી ભોંસલેની તલવાર લંડનથી પરત કરવામાં આવશે, સરકારે તેને હરાજીમાં આટલા રૂપિયામાં ખરીદી