ક્રિટિકલ કેર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન
રાજકોટના ડોક્ટર તેજસ કરમટાનું દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન
ગોકુલ હોસ્પિટલમાં સિનિયર ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ છે ડો. તેજસ કરમટા
હાલમાં દિલ્હી ખાતે આંતર રાષ્ટ્રીય કક્ષાનું “યુરો-એશિયા ક્રિટિકલ કેર કોંગ્રેસ” સંમેલન યોજાયેલ આ સંમેલન માં ગોકુલ હોસ્પિટલ, રાજકોટનાં સિનિયર ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડો. તેજસ કરમટાએ સમગ્ર ભારત દેશનાં ISCCM ( Indian society of critical care medicine)તરફથી સહ સચિવ તરીકે હાજરી આપેલ હતી, આ સંમેલનમાં માત્ર ભારત ના જ નહિ પણ સમગ્ર વિશ્વના ક્રિટિકલ કેર ક્ષેત્રનાં ડોક્ટરો એ હાજરી આપેલ હતી. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ડો. તેજસ કરમટાએ વૈજ્ઞાનિક સંશોધનોના પેપર રજુ કાર્ય હતા, અન્ય ડોક્ટરના વૈજ્ઞાનિક લૅક્ચર્સમાં ચેરમેનની ભૂમિકા ભજવી હતી અને ક્રિટિકલ કેરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈ-પોસ્ટર કોમ્પિટિશનમાં જજ તરીકે ફરજ બજાવી હતી
આંતરરાષ્ટ્રીય કક્ષા એ કાર્યરત “યુરોપિયન સોસાઈટી ઓફ ઇન્ટેન્સિવ કેર મેડિસિન” (ESICM) ના પ્રમુખ મૌરીઝીઓ કોકોની (Maurizio Cecconi) અને ઇન્ડિયન સોસાઈટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન (ISCCM)) ના પ્રમુખ રાજીવ મિશ્રા દ્વારા ક્રિટિકલ કેર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ ગોકુલ હોસ્પિટલના ડો. તેજસ કરમટા સન્માન કરવામાં આવ્યું હતું.
ડો. કરમટા ક્રિટિકલ કેર ક્ષેત્રમાં થતા નવા નવા સંશોધનો વિષે હંમેશા માહિતગાર રહે છે અને અતિ ગંભીર દર્દીનું જીવન બચાવવામાં પોતાના અનુભવ અને નિપુણતા કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ અંગે હંમેશા જાગૃત રહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન મેળવવા બદલ ડો. તેજસ કરમટા ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા સાહેબ તથા ડાયરેક્ટર્સ તેમજ ક્રિટિકલ કેર ટિમના ડો. તેજસ મોતીવરસ અને ડો. દિગ્વિજયસિંહ જાડેજા સહીત ગોકુલ હોસ્પિટલની સમગ્ર ટિમ ઉપરાંત ડોક્ટરોનાં અલગ અલગ એસોસિએશન જેવા કે આઈ.એમ.એ., એ.પી.આર., આઈ.એ.સી.સી.એમ (ઈન્ડિયન એસોસિએશન ઓફ ક્રિટિકલ કેર મેડિસિન), સામાજિક કાર્યકરો, રાજનૈતિક અગ્રણીઓ, વિવિધ ધર્મગુરુઓ દ્વારા અભિવાદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.