ડૉ. સાદાબ પાનવાલા નામના વ્યક્તિની ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે
ડૉ. સાદાબ પાનવાલા એ મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના સભ્ય છે.
સાદાબનું અગાઉ SIMIના સ્લીપર સેલ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વડોદરામાંથી ડૉ. સાદાબ પાનવાલા નામના વ્યક્તિની ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે. ડૉ. સાદાબ પાનવાલા કે જેનું પ્રતિબંધિત સંગઠન SIMI સાથે કનેકશન હતું. ડૉ. સાદાબ પાનવાલા એ મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના સભ્ય છે. અગાઉ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ ATSએ અટકાયત કરી હતી. અમદાવાદ ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખી ગઇકાલે પૂછપરછ કરી હતી. ATS દ્વારા રાજ્યભરમાંથી 3થી 4 શખ્સોની પૂછપરછ કરાઇ રહી છે. ડૉ. સાદાબ પાનવાલાની પૂછપરછ માટે અમદાવાદ શહેર પોલીસની ટીમને સાથે રાખી ATS એ ગુપ્તપણે ઓપરેશન પાર પાડ્યું હતું. પરંતુ પોલીસના ધાડા જોઈને આસપાસમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
ડૉ. સાદાબને અગાઉ અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપી ઇમરાન શેખ અને મહંમદ ઉસ્માન અગરબત્તી વાલા સાથે સંપર્કો હોવાનું માની ATS એ અમદાવાદ લઇ જઇને પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન સાદાબનું અગાઉ SIMIના સ્લીપર સેલ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.ઉત્તરપ્રદેશના ધર્માંતરણ મામલાના તાર વડોદરા સાથે જોડાયેલા હતા. શહેરના ફતેગંજમાંથી સલાઉદ્દિનને UP એટીએસ લઈ ગયા બાદ શહેર પોલીસે પણ ગુનો નોંધી મુસ્લિમ મેડિકલ સેન્ટરનાં મેનેજરને ઝડપ્યો હતો. આ મેડિકલ સેન્ટર સાથે મુસ્લિમ ડોક્ટર એસોસિએશન સંકળાયેલ હતું જેમાં ડૉ. સાદાબ પાનવાલા જોડાયેલ છે.