• મૃત્યુને હંફાવતા 107 વર્ષના દાદી
• માજીને મધ્યપ્રદેશથી અમદાવાદ લવાયા હતા
• પરિવારની ઈચ્છાના કારણે કરાયું ઓપરેશન
કહેવાય છેને કે, જન્મ અને મૃત્યુ આપડા હાથમાં નથી હોતું! પરંતુ આજના સમયમાં ભગવાન કહેવાતા ડોકટરોએ એવું કરી બતાવ્યુ છે કે, કદાચ વિશ્વમાં આવું પહેલા ક્યારેય થયું જ નહીં હોય! 100 વર્ષની ઉમરને વટાવી ગયેલા વૃધ્ધાની એંજિયોગ્રાફી કરવામાં અમદાવાદના ડોક્ટરોને સફળતા મળી છે. ભૂતકાળમાં ક્યારેય આવુય ઓપરેશન નહીં કરવામાં આવ્યું હોય તેવું ઓપરેશન સફળ રહું છે.107 વર્ષની ઉમરે બાદામબાઈ વ્યાસ નામના વૃદ્ધાની એન્જીયોપ્લાસ્ટી કરાઇ છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડૉક્ટરને તેમાં સફળતા હાંસિલ કરી છે. મધ્યપ્રદેશના વતની એવા 107 વર્ષીય વૃદ્ધને હૃદયનો હુમલો આવતા મંદસૌરથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીં વૃદ્ધાની એન્જીઓપ્લાસ્ટી કરતા હૃદયની ધમનીઓમાં 99 ટકા બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું.
આટલા મોટા પ્રમાણમાં દર્દીના બ્લોકેજ જોઈને હોસ્પિટલે તેઓના સગાઓને જાણકારી આપી કે આવા કિસ્સમાં દર્દીનું બચવુ મુશ્કેલ હોય છે, પરંતુ દર્દીના પૌત્રનો પોતાની દાદી પરનો અને ડોક્કકટરો પરનો અડગ વિશ્વાસ હતો કે, દાદી સારા થશે અને ડૉક્ટરને સર્જરીની પરવાનગી આપતા સર્જરી કરવામાં આવી હતી. જેમાં ડોકટરોને સફળતા મળી છે, અને વૃધ્ધા સંપૂર્ણ સ્વસ્થ છે.ખાસ વાત એ કહી શકાય કે, આટલી મોટી ઉંમરના દર્દીમાં અનેક બીમારીઓ હોય છે જેથી આ પ્રકારની સર્જરી અઘરી હોય છે. પરંતુ આ કેસમાં દર્દીને નવું જીવનદાન મળ્યું છે. ત્યારે ડૉક્ટરએ દર્દીના બચવાની સંભાવનાઓ છોડી દીધી હતી. આ ઘટનાને ચમત્કાર કહો કે, બીજું કાંઈ પરંતુ 107 વર્ષના બાદામબાઈ એન્જીયોપ્લાસ્ટી બાદ સ્વસ્થ છે અને કદાચ આટલી ઉમરે વિશ્વમાં આ પ્રથમ એન્જીયોપ્લાસ્ટી હશે. જોકે જીવન અને મરણ કુદરતના હાથનો ખેલ છે પરંતુ અહીં વૃદ્ધાનો જીવ બચવો કોઈ ચમત્કારથી કમ પણ નથી.