Gujarat Accident : ગુજરાતના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. કહેવાય છે કે બુધવારે એક કાર બેકાબૂ થઈને ટ્રેલર સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવાય છે કે આ માર્ગ અકસ્માત બાદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર લાંબો જામ થઈ ગયો હતો. આ કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આ અકસ્માત થયો હતો. કાર ટ્રેલર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ દસ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક આ ઘટના બની હતી. સ્પીડમાં આવતી કાર વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે તેમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોના હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયા હતા. પોલીસનું કહેવું છે કે આ અકસ્માત પાછળનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.