ગુજરાત વિધાનદસભા ચૂંટણી: આવી મતગણતરી ની તારીખ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી એક ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની વિસંગતતા ન થાય તે માટે ચૂંટણી પંચ તમામ પગલાં લઈ રહ્યું છે. ચૂંટણીમાં ડુપ્લીકેટ મતદાન ટાળવા ચૂંટણીપંચ એલર્ટ છે. મતદાન પ્રક્રિયા અને મત ગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં થાય અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચ જહેમત ઉઠાવી રહ્યું છે.
ચૂંટણી 2022 / બોગસ મતદાન અટકાવવા ચૂંટણી પંચ ઍલર્ટ, ઘરે બેઠા વોટિંગની પ્રક્રિયા માટે તૈયાર કર્યો આ એક્શન પ્લાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે બોગસ મતદાન ટાળવા માટે ચૂંટણીપંચ એલર્ટ છે.
બોગસ મતદાન ન થાય તે માટે ચૂંટણીપંચ એલર્ટ
ઘરેથી મતદાન કરનારાઓના નામ પર PBનો સિક્કો મરાશે
મતદારો ઘરેથી બોગસ મતદાન ન કરે તે માટે વીડિયો રેકોર્ડિગ થશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી એક ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની વિસંગતતા ન થાય તે માટે ચૂંટણી પંચ તમામ પગલાં લઈ રહ્યું છે. ચૂંટણીમાં ડુપ્લીકેટ મતદાન ટાળવા ચૂંટણીપંચ એલર્ટ છે. મતદાન પ્રક્રિયા અને મત ગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં થાય અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચ જહેમત ઉઠાવી રહ્યું છે.
લિસ્ટ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો: કચ્છમાં બાપુએ આપ્યું રાજીનામું, મહુવામાં સામૂહિક રાજીનામાં
કોંગ્રેસના ઉમેદવારોનું EXCLUSIVE લિસ્ટ: ધાનાણી, ડેર અને દૂધાત સુરક્ષિત પણ બે બેઠકો પર પેચ ફસાયો
AAPએ જાહેર કરી ઉમેદવારોની 14મી યાદી: થરાદમાં વિરચંદ ચાવડા, જામજોધપુરમાં હેમંત ખાવા લડશે ચૂંટણી
ચૂંટણી પંચ દ્વારા મતદાન અને મતગણતરીની તૈયારી કરાઇ તેજ
ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઘરેથી મતદાન કરનારાના નામ પર PBનો સિક્કો મારવામાં આવશે. ઘરેથી મતદાન કર્યા બાદ બુથ પર જઈને મતદાન ન કરે એ માટે સિક્કો મારવામાં આવશે. અમદાવાદમાં કુલ 2261 લોકોએ ઘરેથી મતદાન માટે અરજી કરી છે.
વીડિયો રેકોર્ડિંગ પણ થશે
સાથે જ મતદારો ઘરેથી બોગસ મતદાન ન કરે માટે વીડિઓ રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. ઘરે મતદાન કરાવવા જતી ટીમ સાથે પોલીસની પણ ટીમ રહેશે તેવું ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.
4,91,35,400 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યમાં 29,357 પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન(PS) ઊભા કરવામાં આવ્યા છે.રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.