શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં દંપતીને રિવોલ્વરની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘરની અંદર ઘૂસી આવેલા ચોરોએ દંપતીને માર મારી રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ તેમને દોરી વડે બાંધી દઇ તિજોરી સાફ કરી ફરાર થઇ ગયા હતા. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અચાનક જ રિવોલ્વર સહિતના હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવેલા લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. દંપતી પોતાના ઘરમાં હતા, ત્યારે જ અચાનક લૂંટારુઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ દંપતીને માર માર્યો હતો.
લૂંટારૂઓએ દીપકભાઈ પટેલને માર માર્યો હતો. એટલું જ નહીં, ઘરના એક રૂમમાં તેમને દોરી વડે બાંધી દીધા હતા અને લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ દંપતિને રિવોલ્વરની અણીએ બંધક બનાવ્યા હતા. જ્યારે ધમકી આપી તિજોરીની ચાવી લઇ લીધી હતી. જે બાદ તેમને બાંધી દઇ તિજોરી લૂંટી લીધી હતી. દંપતીના જણાવ્યા અનુસાર, લૂંટારુઓ રિવોલ્વર સહિતના હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમને બંધક બનાવી માર મારી તિજોરીની ચાવી લઇ લીધી હતી.
જે બાદ તેમને બાંધી દઇ ઠંડા કલેજે લૂંટ ચલાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, આરોપીઓ હિંદીમાં વાત કરતાં હતાં. લૂંટારુઓ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ લૂંટી ગયા હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. લૂંટારુઓ હિંદીમાં વાત કરતાં હોવાથી આરોપીઓ પરપ્રાંતિય હતા કે કોઇ જાણભેદુએ લૂંટ ચાલવી? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.