વાતાવરણમાં આવેલા પલટાએ કેસર કેરીને કરી અસર
વાતાવરણના પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું
આ વર્ષે માત્ર 25 ટકા જ પાક થયો
ગુજરાત રાજ્યનું સોરઠ એ કેસર કેરીનું હબ ગણાય છે. ઉપલેટા પંથકમાં પણ મોટા પ્રમાણમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વખતે માવઠાની અસરે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે આંબાવાડીયા અને ઇજારો રાખનાર લોકોની હાલત દયનીય બની ગઇ છે.
વાતાવરણમાં આવેલા પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું છે. કેરીઓમાં આવેલા મોર સુકાઇ ગયા છે. તો ઘણી જગ્યાએ કેરીઓ ખરી ગઇ છે. અમુક કેરીઓ ઝાડ પર મુરઝાઇ ગઇ છે. વાતાવરણના પલટાને કારણે હાલત એવી છેકે જેટલો પાક થવો જોઇએ તેનો માત્ર 25 ટકા જ પાક થયો છે.
કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે.
આ વર્ષે પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના તેમજ ગરમી ગ્લોબલ વોર્મિંગ નાં કારણે કેરીના ઉત્પાદન પર અસર થઈ છે આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે.તેમજ વિવિધ પ્રકારના રોગો પણ આવ્યા જેથી આ વર્ષે કેરી આમ જનતાના દાંત ખાટા કરે તો નવાઈ નહીં.