LRD ભરતીમાં વેઈટિંગ લિસ્ટને લઈ સૌથી મોટા સમાચાર
LRD ભરતીમાં વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં થાય
એકથી વધુ સંવર્ગની ભરતી થવાથી જાહેર નહીં થાય
LRD ભરતી પ્રક્રિયામાં વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાનો મામલે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાલ જે LRD ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે તેનું કારણ દર્શાવતા માહિતી આપવામાં આવી છે કે એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટની નથી જોગવાઈ જેથી લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી થઇ રહી છે. એકથી વધુ સંવર્ગની ભરતીમાં વેઈટિંગ લિસ્ટ આપવામાં આવતું નથી કારણ કે 2016-17ની ભરતી દરમિયાન આ નિયમ ન હતો. 1-08-2018ના પરીપત્રથી વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો જે કારણે ફક્ત વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ બહાર પડશે ચાલુ ભરતીમાં કોઈ વેઈટીંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં.
જે ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોય તેમાં વેઇટિંગ લિસ્ટ નહીં રાખવાનો સરકારનો નિયમ છે. લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોઇ તેમાં વેટીંગ લીસ્ટની જોગવાઈ નથી. 2016-17 ની ભરતી સુધી આ નિયમ ન હતો.
મહત્વનું છે કે, વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે એલઆરડીના પરીક્ષાર્થીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી.અને વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ અપનાવી 20 ટકા વેઈટીંગ લિસ્ટને રી ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનિય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે હાલ જે નવી ભરતી ચાલી રહી છે તેમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટ બહાર પાડવામાં નહીં આવે.
PSIની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ LRDની ભરતી થશે. PSIની ભરતી જાહેર થયા બાદ LRDનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. LRDમાં બેઠકો ખાલી ન રહે તે માટે તકેદારી રખાશે. અનેક ઉમેદવારોએ PSI-LRD બંનેની પરીક્ષા આપી છે.જેમાં તેમણે જણાવ્યું કે, 1200 જેટલી વાંધા અરજીઓ મળી હતી. 27 એપ્રિલે ફાઇનલ આન્સર કી મુકવામાં આવી હતી. ફાઇનલ આન્સર કી મુક્યા બાદ વાંધા અરજીઓ મળી હતી. 27 એપ્રિલે મુકાયેલી આન્સર કીમાં કોઇ ફેરફાર નહી કરવામાં આવે. ફાઇનલ આન્સર કીના આધારે ગુણ મુકવામાં આવશે. રીચેકિંગ માટે 15 દિવસ સુધી અરજી કરી શકાશે. 22 મે સુધી રી ચેકિંગ માટે અરજી કરી શકાશે. 300 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડી અરજી કરવાની રહેશે. પાઠ્ય પુસ્તકોના આધારે ઉમેદવારોએ જવાબ આપ્યા એવી રજૂઆત હતી. ઉમેદવારોએ જવાબના જુદા-જુદા સોર્સનો ઉપયોગ કર્યો હતો.