Surat VR Mall : સુરતના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બોમ્બના ધમકીભર્યા મેઈલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે. જેની તપાસમાં એવી આશંકા પણ સેવવામાં આવી રહી છે કે, આ મેઈલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે. વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોઈ શકે છે.
ગુપ્તરાહે તપાસ શરૂ
સાયબર ક્રાઈમની ટીમ ગુપ્તરાહે તપાસ કરી રહી છે. આ બાબતે અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો નથી. ટૂંકમાં કોઈ ટીખળખોરે ડરાવવા માટે આવા મેઈલ VPN વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી કર્યા છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઇલ દેશની અલગ અલગ 52 જગ્યાઓ પર કરાયો હતો. હાલમાં સાયબર ક્રાઈમે વીઆર મોલને મળેલા ઈ મેલ આધારે તેના આઈપી એડ્રેસ, સર્વર, ઈ મેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવાની કામગીરી હાથ ધરાઈ છે.
મેઈલમાં અપાઈ હતી ધમકી
મેઈલમાં વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ મેઈલમાં લખાયું હતુ કે, જેટલા લોકોને બચાવી શકાતા હોય તેટલાને બચાવી લેજો.જો કે, આ મેઈલ મળ્યાના 12 કલાક કરતાં વ