આજ રોજ CMની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરાશે
બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે આર્થિક સહાય
આજ રોજ ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. જે બેઠકમાં વરસાદ બાદ રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. તદુપરાંત રોડ રસ્તાના સમારકામની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
આ સિવાય વરસાદથી નુકસાન અંગેના સર્વે પર પણ ચર્ચા કરાશે. મહત્વનું છે કે, આ બેઠક બાદ સરકાર આર્થિક સહાય જાહેર કરી શકે છે. તેમજ બેઠકમાં મહાનગરોમાં રસ્તાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે. એ સિવાય વિવિધ સરકારી પ્રોજેક્ટની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
જાણો બેઠકમાં કયા-કયા મુદ્દાઓ પર ચર્ચા કરાશે?
- વરસાદ બાદ રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરાશે
- રોડ રસ્તાના સમારકામની બેઠકમાં સમીક્ષા કરાશે
- વરસાદથી નુકસાન અંગેના સર્વે પર પણ ચર્ચા કરાશે
- મહાનગરોમાં રસ્તાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે
- વિવિધ સરકારી પ્રોજેક્ટની પણ બેઠકમાં સમીક્ષા કરાશે