સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો રાજકીય ગરમાવો
રાજકોટમાં આજે યોજાશે કોળી સમાજનું મહાસંમેલન
સંમેલનમાં સમાજ સંગઠન સાથે કરશે રાજકીય શક્તિનું પ્રદર્શન
સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે રાજકોટમાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં સમાજ સંગઠન સાથે રાજકીય શક્તિનું પ્રદર્શન થશે.સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે રાજકોટમાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં સમાજ સંગઠન સાથે રાજકીય શક્તિનું પ્રદર્શન થશે.
સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જામ્યો છે. જેને પગલે વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજ દ્વારા રાજકોટમાં શક્તિ પ્રદર્શન આયોજીત કરાયું છે જેમાં સમાજના આગેવાનો જોડાશે. ઉલ્લેખનીય છે કે સમસ્ત કોળી સમાજ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવે છે ત્યારે સમાજને આગળ લાવવા અને ચુંટણીમાં સમાજનું પ્રભુત્વ વધે તે અંગે સંમેલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સૌરાષ્ટ્રભરના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના સંગઠન અંગે પણ ચર્ચા વિચારણા કરાશે.
નોંધનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ વસ્તી ઓબીસી સમાજ અને કોળી ઠાકોર અને કોળી પટેલની હોવા હોવા છતાં રાજકિય કદ વધતું ન હોવાનો સમાજ આગેવાનોનો વર્ષોથી મત રહ્યો છે. આ સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સહિત વર્તમાન નગરસેવકો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત સમાજના રાજકીય પક્ષના કાર્યકરો પણ જોડાશે.