ઉપલેટા તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા
રાજકોટમાં અડધો કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબળયો
છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદન એન્ટ્રી
ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન થઇ ગયું છે. ત્યારે આજ રોજ ફરી હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘આજે રાજ્યમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉ. ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે વરસાદ વરસશે. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છે કે, રાજ્યમાં હવે ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ચૂકી છે અને અત્યાર સુધીમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગે આજ રોજ ફરી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.
રાજ્યમાં હવે વરસાદની વિધિવત શરૂઆત થઇ ચુકી છે. હવામાન વભાગે આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારના વરસાદ પાડવાની આગાહી કરી છે. ત્યારે આજે સવારથીજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરબ બંધાયું છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો બંધાતા રાજકોટના ગ્રામ્ય વિસ્તાર એવા ધોરાજી ઉપલેટા પંથકમાં વરસાદ પડ્યો છે.રાજકોટ શહેર સહીત ધોરાજી પંથાકમાં આજે મેઘમહેર જોવા મળતા ધોરાજી ગામના રસ્તાઓ પર પાણી નીકળી ગયા હતા. ત્યારે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં પણ વહેલી સવારથીજ વાદળછાયુ વાતાવરણ બંધાયું હતું. બાદમાં બપોરના સમયમાં પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજકોટ શહેરમાં છેલ્લા 4 દિવસથી મેઘમહેર થવા પામી છે. ગતરાત્રે પણ ઇન્દ્રદેવે મહેરબાની કરી હતી.
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. અડધો કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.કાલાવડ રોડ, મવડી રોડ, 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાયા હતા. મહિલા કોલેજ અન્ડરબ્રિજ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, ગોંડલ રોડ પર પાણી જમા થતાં તંત્રની પ્રિ મોન્સુન કામગીરી ધોવાઈ ગઈ હતી. સાથે જ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ પહેલો વરસાદ વાવણી લાયક પડતાં ભારે ખુશી જોવા મળી હતી. તો રાજકોટ વાસીઓને ભારે બફારામાંથી મુક્તિ મળી હતી. શહેરના અનેક વિસ્તારમાં પાણી દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે ખંભાળિયામાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કાલાવડમાં 2.5 ઈંચ, મુળીમાં 1 ઈંચ વરસાદ, પડધરીમાં 1 ઈંચ, રાજકોટમાં 1 ઈંચ વરસાદ, સાયલામાં અડધો ઈંચ અને ધંધુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.