ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે તમામ પાક્ષના નેતાઓ ગુજરાતની જનતાને પોતાની વાત સમજાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના અમિત માલવિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દેશના વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલી રહ્યા છે. જે અંગે મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી છે.
આ ગુરૂવારે ગોપાલ ઇટાલિયાને આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે. 13મી ઓક્ટોબરના, ગુરૂવારે આ મામલા અંગે સુનાવણી થશે. નેશનલ કમિશન ઓફ વુમને તજીન્દ્ર બગ્ગાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મુકેલો વીડિયો ટાંકીને કહ્યુ છે કે, આ વીડિયોમાં વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલતો વીડિયા વાયરલ કર્યો છે.
જેમા મહિલાઓનું પણ અપમાન કર્યું છે. આમાં જે શબ્દો બોલવામાં આવ્યા છે તે જેન્ડર બાયસ્ડ અને ઘણાં જ શરમજનક, નિંદનીય છે. જેથી મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને 13મી ઓક્ટોબર, ગુરૂવારના રોજ કમિશન સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો છે. મહત્ત્વનું છે કે, બીજેપી નેતા અમિત માલવિયાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ગોપાલ ઈટાલિયાનો વીડિયો પોસ્ટ કર્યો છે.
જેમાં AAPના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પીએમ મોદીની ગુજરાત મુલાકાતોને એક નાટક ગણાવ્યું છે. સાથે જ તે પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરતા પણ સાંભળી શકાય છે. ગોપાલ ઈટાલિયા પણ આમાં કહેતા જોવા મળે છે કે ‘શું આ પહેલા ક્યારેય કોઈ વડાપ્રધાને આવી યુક્તિઓ કરી છે?’