રાજીવ કુમાર 1984 બેચના IAS અધિકારી છે.
રાજીવ કુમાર દેશના 25માં નવા ચીફ ઈલેક્શન કમિશ્નર
રાજીવ કુમાર ચૂંટણી કમિશનર પણ રહી ચૂક્યા છે.
રાજીવ કુમારે આજે દેશના નવા ચીફ ઈલેક્શન કમિશ્નર તરીકે કાર્યભાળ સંભાળી લીધો છે. તેઓ દેશના 25માં મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ગત દિવસોમાં રાજીવ કુમારે મુખ્ય ચૂંટણી પંચ તરીકે નિમણૂંક કરવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ રાજીવ કુમારે સુશીલ ચંદ્રાની જગ્યા લઈ લીધી છે, જેમણે ગત પાંચ વિધાનસભા ચૂંટણી સહિત કેટલીય ચૂંટણી કરાવી છે. રાજીવ કુમાર ચૂંટણી કમિશનર પણ રહી ચૂક્યા છે. ચૂંટણી પંચમાં કાર્યભાર સંભાળતા પહેલા રાજીવ કુમાર ઘણા મોટા પદો પર કામ કરી ચુક્યા છે.
રાજીવ કુમાર 1984 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) બિહાર-ઝારખંડ કેડરના અધિકારી છે. તેઓ ફેબ્રુઆરી 2020માં ભારતીય વહીવટી સેવામાંથી નિવૃત્ત થયા હતા.નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર રાંચી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેઓ ત્રણ વર્ષથી વધુ સમયથી રાંચીના ડીએમ છે. બિહારથી ઝારખંડ અલગ થયા બાદ રાજીવ કુમાર ઝારખંડ કેડરમાં જોડાયા. તેમણે ભારત સરકારના અનેક મહત્વના વિભાગોમાં અલગ-અલગ હોદ્દા પર રહીને મોટી જવાબદારીઓ પણ નિભાવી છે.