- અન્ના હજારે ફરી ઉતરશે હડતાળ પર
- મહારાષ્ટ્ર સરકાર સામે કરશે હડતાળ
- 4 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાલ કરશે
મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપરમાર્કેટ અને વોક ઈન સ્ટોરમાં દારૂ વેચવાની મંજૂરી આપ્યા બાદ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે નારાજ થઈ ગયા છે. તેમણે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાલ કરવાની જાહેરાત કરી દીધી છે. રાજ્ય સરકારની નવી આબકારી નીતિ પાછી નહીં લેતા અન્ના હજારે સીએમ ઠાકરેને એક પત્ર પણ લખ્યો છે.
તેમણે કહ્યું છે કે, મેં તેમને આ પત્ર આબકારી નીતિ પર ફરીથી વિચાર કરવા માટે લખ્યો છે. જો તેઓ નહીં માને તો 14 ફેબ્રુઆરીથી હું ભૂખ હડતાળ પર બેસીશ. અન્નાએ એવું પણ કહ્યું કે, મેં આ સંબંધમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારને પણ પત્ર લખ્યો છે, પણ તેમનો કોઈ જવાબ આવ્યો નથી. અન્ના હજારે કહ્યું હતું કે, તેમણે મુખ્યમંત્રીને પહેલા પત્ર લખીને ત્રણ ફેબ્રુોઆરી આબકારી નીતિનો વિરોધ કર્યો હતો. પણ તેનો કોઈ જવાબ મળ્યો નહીં.
તેમણે કહ્યું કે, સીએમને ફરીથી યાદ અપાવવા માટે સ્મરણ પત્ર મોકલવું પડે છે. આ અગાઉ અન્નાએ આ પોલિસીને લઈને કહ્યું હતું કે, નશામુક્તિની દિશામાં કામ કરવું સરકારનું કર્તવ્ય છે, પણ મને આ જોઈને દુ:ખ થાય છે કે, આર્થિક લાભ માટે થઈને આવા નિર્ણય લેવામાં આવે છે. જેનાથી લોકોને દારૂની લત લાગી જશે. તેમણે કહ્યું હતું કે, સરકારનો આ નિર્ણય કઈ દિશામાં લઈ જશે, તે એક મોટો સવાલ છે.