ભારતના ચૂંટણી પંચની તરફથી 6 રાજ્યોમાં ખાલી વિધાનસભા સીટો પર પેટાચૂંટણી કરવા માટેનું શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. ઈસીઆઈના સેક્રેટરી સંજીવ કુમાર પ્રસાદ તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા શિડ્યૂલ મુજબ મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા રાજ્યોની સાત સીટો પર પેટાચૂંટણી પ્રક્રિયા 14 ઓક્ટોબરથી શરુ થશે. .
આ તમામ સીટો પર પેટાચૂંટણી 3 નવેમ્બરે થશે અને ચૂંટણી પરિણામ 6 નવેમ્બરે આવશે.
ઈસીઆઈના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રની 166-અંધેરી ઈસ્ટ, બિહારની 101-ગોપાલગંજ અને 178 મોકામા, હરિયાણાની 47 આદમપુર, તેલંગણાની 93-મુનુગોડે, ઉત્તર પ્રદેશની 139 ગોલા ગોકરનાથ અને ઓડિશાની 46-ધામનગર વિધાનસભા સીટો પર પેટાચૂંટણી 3 નવેમ્બર 2022 ના રોજ એક જ દિવસે પુરી થઈ જશે. આ તમામ સીટો પર પરિણામ 6 નવેમ્બર 2022ના દિવસે રવિવારે આવશે.
આ તમામ સીટો માટે પેટાચૂંટણી સંબંધી ગેજેટ નોટિફિકેશન 7 ઓક્ટોબરના રોજ જાહેર કર્યા છે. ત્યાર બાદ આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જશે. તો વળી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 14 ઓક્ટોબરથી શરુ થશે. અને 17 ઓક્ટોબર સુધીમાં નામ પરત ખેંચી શકાશે.