દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
નિર્માણધીન ઈમારત ધરાશાયી થવાના સમાચાર ફાયર વિભાગને સવારે લગભગ સાડા આઠ વાગે મળ્યા હતા. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે દિલ્હીના આઝાદ માર્કેટમાં એક જૂની બિલ્ડિંગનું રિપેરિંગ કામ ચાલુ હતું. જે આજે તૂટી પડી. આ બધા વચ્ચે સવાલ ઉઠે છે કે શું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરતા પહેલા એનઓસી લેવાઈ હતી?
Thursday, 1 May 2025
Trending
- દૂધના પાવડરથી ગુલાબ જાંબુ બનાવવાની સરળ રેસીપી, મોંમાં નાખતા જ ગાયબ થઈ જશે
- આમળાનો રસ પીવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે, તે મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી ઝડપથી નોંધી લો
- KKR ની જીતથી ખળભળાટ મચી ગયો, દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓ ઉભી થઈ
- શ્રીલંકા સામેની મેચમાં આ મોટી ભૂલ કરવા બદલ ICC એ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો
- ફાફ ડુ પ્લેસિસે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, 40 વર્ષની ઉંમરે પણ મળેવી આ મહાન સિદ્ધિ
- દિલ્હીમાં ભારે વરસાદ પડશે, આ અઠવાડિયે હવામાન કેવું રહેશે? અહીં જાણો
- રામ મંદિરનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? જાહેર થઈ ગઈ ફાઇનલ તારીખ
- મરાઠા યોદ્ધા રઘુજી ભોંસલેની તલવાર લંડનથી પરત કરવામાં આવશે, સરકારે તેને હરાજીમાં આટલા રૂપિયામાં ખરીદી