- નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટનો જથ્થો મળી આવ્યો
- 4 કરોડની કિંમતનો જથ્થો ઝડપાયો: 5ની ધરપકડ
- દક્ષિણના રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો
ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કોરોનાની નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટ બનાવીને દેશનાં અનેય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. બુધવારે UP-STFના વારાણસી ટીમે રોહિતનગરનાં એક મકાનમાં દરોડો પાડીને આ નકલી વેક્સિનના કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે 5 આરોપીઓની ઘરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કોવીશીલ્ડ અને Zycov-dની નકલી વેક્સિન, નકલી ટેસ્ટીંગ કીટ, પેકિંગ મશીન, ખાલી શીશીઓ અને સ્વાબ સ્ટિક્સ મળી આવી હતી.
STFના એડિશનલ SP વિનોદકુમાર સિંહે જણાવ્યુ હતુ કે રાકેશ થવાણી, અરુણેશ વિશ્વકર્મા, સંદીપ શર્મા, શમશેર અને લક્ષ્ય જાવા નામના આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. જાણકારી મુજબ આ નકલી વેક્સિનને દિલ્હી થઈને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. જપ્ત કરવામાં આવેલ દવાઓના જથ્થાની કિંમત લગભગ 4 કરોડ રુપિયા જેટલી છે.
STFની પુછપરછમાં રાકેશ થવાણીએ જણાવ્યુ હતુ કે તે સંદિપ શર્મા, અરુણેશ વિશ્નકર્મા અને શમશેર સાથે મળીને નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટ બનાવતા હતા. નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટને તે લક્ષ્ય જાવાને સપ્લાય કરતા હતા. લક્ષ્ય પોતાના નેટવર્ક દ્વારા નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટને જુદા-જુદા રાજ્યોમાં સપ્લાય કરતો હતો.