હવામાન વિભાગે બુધવારે 18 સપ્ટેમ્બરે બે કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વ છત્તીસગઢ પરનું ડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે અને આજે ઉત્તર મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી
ઉત્તરાખંડ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
![]()
ત્રણ દિવસ સુધી વાતાવરણ સ્વચ્છ રહેશે
હવામાન વિભાગે 19 સપ્ટેમ્બરે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 20 સપ્ટેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુઓ સિવાય દેશમાં ક્યાંય પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નથી. હવામાન વિભાગે 21 સપ્ટેમ્બરથી આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર દેશમાં વરસાદની કોઈ ચેતવણી જારી કરી નથી.
ઝારખંડના લાતેહારમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઝારખંડના લાતેહાર અને ગિરિડીહમાં સૌથી વધુ 20 સેમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય ઉત્તરી છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તરી ઓડિશામાં 11 થી 20 સેમી વરસાદ નોંધાયો હતો.


