ઉત્તરાખંડમાં હાલ મૌસમનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના યમુનોત્રી રાજમાર્ગના રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ ગયા છે.
ચારધામ યાત્રામાં મુસાફરો ફસાયા
યમુનોત્રી માર્ગ પર ભૂસ્ખલન થતાં 1500 વાહનો ફસાયા
પાંચ દિવસ સુધી નિકળી શકશે નહીં
ઉત્તરાખંડમાં હાલ મૌસમનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના યમુનોત્રી રાજમાર્ગના રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ ગયા છે. જ્યારે રોડ પર જામ થતાં દમ્ટાથી જાનકીચટ્ટી સુધી 1500થી વધારે વાહનો 12 કલાક સુધી મુસાફરો સાથે ફસાયેલા રહ્યા હતા. ઉત્તરાકાશી જિલ્લા પ્રશાસનનું કહેવુ છે કે, નાના વાહનો માટે હાઈવે શુક્રવાર મોડી રાત 11 કલાક બાદ ચાલું થઈ ગયો હતો. પણ મોટી બસો માટે રસ્તો ખુલવામા લગભગ પાંચ દિવસનો સમય લાગી શકે છે. શુક્રવારે રોડ જામ દરમિયાન દમ્ટાથી જાનકીચટ્ટી સુધી 1500થી વધારે વાહનોની લાઈનો લાગેલી હતી અને કહેવાય છે કે, ચારધામ યાત્રામાં ત્યા 12 હજારથી વધારે મુસાફરો ફસાયેલા છે.
જિલ્લાધિકારીના આદેશ પર જાનકીચટ્ટી માટે શટલ સેવા શરૂ કરી દીધી છે અને તે અંતર્ગત નાના વાહનો દ્વારા યાત્રિઓને જાનકી ચટ્ટીથી લઈ જઈ રહ્યા છે અને યમુનોત્રી ધામના દર્શન કરીને પાછા બડકોટ છોડવામાં આવશે. જિલ્લા પ્રશાસને 47 કિમીનું ભાડૂ 150 રૂપિયા નક્કી કરવામા આવ્યું છે. તેની સાથે જ યમુનોત્રી ધામ જવા માટે રાહ જોઈ રહેલી 40 બસોમાં સવાર લગભગ 1800 મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા. હાઈવે જામ થવા પર જિલ્લાધિકારી અભિષેક રુહેલા અને પોલીસ અધિકારી યદુવંશી યુમના ઘાટી પહોંચ્યા છે.
જાણકારી અનુસાર યમુનોત્રી નેશનલ હાઈવે પર બુધવારે સાંજે પાંચ વાગ્યે રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલન થઈ ગયું અને તેના કારણે રોડ જામ થઈ ગયો હતો, પણ ગુરૂવારે સાંજે હાઈવે સાફ કરી દીધો હતો. ત્યાર બાદ જાનકીચટ્ટી તરફ જતાં વાહનોને છોડવામાં આવ્યા હતા અને આ દરમિયાન લગભગ 300 જેટલા નાના વાહનો અને 80 બસો લઈને ગુરૂવારે રાત અને શુક્રવાર સવારે સાત વાગ્યા સુધી જાનકીચટ્ટી પહોંચી હતી. પણ શુક્રવારે સવારે સાત કલાકે રાણાચટ્ટીની પાસે તે સ્થાન પર ભૂસ્ખલન થઈ ગયું અને તેના કારણે માર્ગમાં અવરોધ ઉભો થયો હતો.