પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જનતાને મળશે મોટી રાહત
નાણા મંત્રી નિર્મલા સીતારામણની મોટી જાહેરાત
પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડશે સરકાર
છેલ્લા ઘણા સમયથી મોંઘવારીનો માર ઝીલી રહેલ પ્રજા માટે સરકારે રાહતના સમાચાર આપ્યા છે. મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. છેલ્લા ઘણા મહિનાઓથી વધી રહેલ પેટ્રોલ અને ડીઝલના ભાવથી પ્રજા પિસાઇ રહી હતી. ત્યારે સરકારે પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.
આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.
આ સાથે વધુ એક રાહત આપતા મોદી સરકારે ગેસ સિલિન્ડર પર(12 સિલિન્ડર સુધી) પર 200 રૂપિયાની સબસીડી આપવાની જાહેરાત કરી છે. જેનો સીધો લાભ ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને થશે.
નાણા મંત્રી નિર્મલા સીતારામણે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી રહી છે. આને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રુપિયા અને ડીઝલમાં 7 રુપિયાનો ઘટાટો આવશે. સતત વધતાં પેટ્રોલ ડીઝલના ભાવને પગલે પેટ્રોલના ભાવ ગુજરાતમાં 105 રૂપિયા પહોચી ગયું ગયું હતું. પ્રજા સતત વધતાં ભાવને લઈ પીસાઈ રહી છે. ત્યારે નિર્મલા સિતારામને જાહેરાત કરી કરી છે અને પેટ્રોલમાં લિટરે રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ કર્યું છે.