નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સંગઠન સાથે જોડાયેલા છ અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ગયા વર્ષે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. NIAએ તમિલનાડુના મદુરાઈમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સંગઠન સાથે સંકળાયેલા વિવિધ વિસ્તારોમાં પણ દરોડા પાડ્યા છે.
રાજસ્થાનના ટોંક જિલ્લામાં અને ઉત્તર પ્રદેશના લખનૌમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સંગઠન સાથે સંકળાયેલા વિસ્તારોમાં NIAના દરોડા ચાલુ છે. બીજી તરફ NIAએ મુંબઈના વિક્રોલી વિસ્તારમાં 7/11 ટ્રેન બ્લાસ્ટના આરોપી વાહિદ શેખના ઘરે પણ દરોડા પાડ્યા છે.