Tamil Nadu: તમિલનાડુના ઈરોડમાં લારી અને કારની ટક્કરથી એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક ડોક્ટર દંપતીનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત ઓરાચી કોટ્ટાઈ હાઈડલ ઈલેક્ટ્રિસિટી બેરેજ પાસે થયો હતો જ્યારે દંપતી તેમના પુત્રને મળ્યા બાદ મેટુરમાં તેમના ઘરે પરત ફરી રહ્યા હતા.
પોલીસ તપાસમાં જોડાઈ
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા બંને પીડિતોને નજીકની ભવાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ જતી વખતે બંનેના મોત થયા હતા. પોલીસે મૃતકની ઓળખ 75 વર્ષીય મડપ્પન અને તેની 72 વર્ષીય પત્ની પદ્માવતી તરીકે કરી છે. ભવાની પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.