મહિલાએ કર્યા બિલાડી સાથે લગ્ન
તેની મોગી નામની બિલાડી છે
મકાનમાલિકને બિલાડી ગમતી ન હતી
પ્રાણીઓથી પ્રેમનાં ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ આ મામલો અલગ જ છે. એક મહિલાને પોતાની પાળેલી બિલાડી સાથે એટલો પ્રેમ હતો કે તેણે તે બિલાડી સાથે લગ્ન કરી લીધા. મહિલાનો મકાન માલિક પ્રાણીઓને પસંદ કરતો ન હતો અને આ જ કારણે પહેલા પણ મહિલાએ પોતાના ત્રણ પાળીતા પ્રાણીઓને અલગ શિફ્ટ કરવા પડ્યા હતા. 49 વર્ષની મહિલાનું નામ ડેબોરા હોજ છે, જેણે ગયા મંગળવારે પોતાની બિલાડીને જ જીવનસાથી બનાવી લીધી છે. આ 5 વર્ષની બિલાડીનું નામ મોગી છે,સિડકૂપની આ મહિલાએ લગ્નનાં સમારોહમાં સ્માર્ટ ટકસીડો પહેર્યો હતો અને મોગીને આ દિવસે એક બો ટાઇ અને કેપ પહેરાવવામાં આવી હતી.
પશુ પ્રેમીએ આ લગ્ન સમારોહમાં લિગલી પાદરીની ભૂમિકા ભજવી હતી અને લગ્નના બધા જ રિવાજો પુરા કરાવાયા. ડેબોરાએ કહ્યું હતું કે મારી પાસે ગુમાવવા માટે કંઈ જ ન હતું અને મેળવવા માટે બધું જ હતું એટલા માટે મેં મારી બિલાડી સાથે લગ્ન કરી લીધા. તેમણે જણાવ્યું કે મારા ઈરાદા પહેલાથી જ નક્કી હતા અને બિલાડીથી હું અલગ થવા માંગતી ન હતી કેમકે તેને હું ખૂબ જ પ્રેમ કરું છું. મહિલાએ કહ્યું કે હું મોગી વગર નહીં રહી શકું, તે વાસ્તવમાં અદ્ભૂત છે.આ પછી મહિલા નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ.પરંતુ અહીં પણ તેને પોતાની પાલતુ બિલાડીને છોડી દેવાની ફરજ પડી.
આ પછી, મહિલાએ આવો નિર્ણય લીધો, જેની સામે મકાનમાલિક કંઈ જ ન કરી શક્યા. ડોબોરા તેના વર્તમાન મકાનમાલિક પાસેથી બીજી બિલાડી રાખવાની પરવાનગી મેળવવામાં સફળ રહી. આ પછી, મોગી 2017 માં તેના અને તેના બે બાળકોના પરિવારનો એક ભાગ બની ગઈ. હવે મહિલાને આશા છે કે લગ્ન પછી આ નવવિવાહિત યુગલને કોઈ અલગ કરી શકશે નહીં.