સાહા અને શુભમન ગિલ વચ્ચે 106 રનની પાર્ટનરશિપ
MI ના રોહિત અને ઈશાનની જોડી ફોર્મમાં જોવા મળી
ગુજરાત ટાઇટન્સે જીતેલી બાજી હારી
છેલ્લે રમાયેલ IPL 2022 ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 રનથી ગુજરાત ટાઈટન્સને હરાવી દીધું હતું. ગુજરાત ટાઈટન્સ સામે 178 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સ ટીમ 172/5નો જ સ્કોર કરી મેચ હારી ગઈ હતી. એક સમયે ગુજરાત ટાઈટન્સનો સ્કોર 16 ઓવરમાં 138/3 હતો અને ટીમને ફેવરિટ માનવામાં આવતી હતી, પરંતુ ત્યાર પછી MIના બોલરોએ ગુજરાત ટાઇટન્સને કમબેક કરવાની એકપણ તક આપી નહોતી.વર્તમાન સમયમાં આઈપીએલ ટૂર્નામેન્ટમાં મુંબઈની 10 મેચોમાં આ માત્ર બીજી જીત છે. તે જ સમયે, ગુજરાત ટાઇટન્સની 11 મેચોમાં આ ત્રીજી હાર છે. હાર્દિકની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઉટન્સે 8 મેચ જીતી છે.
અગાઉ ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા MIએ 6 વિકેટના નુકસાને 177 રન કર્યા હતા.ઈશાન કિશને 45 રન કર્યા હતા જ્યારે ટિમ ડેવિડે 21 બોલમાં 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી.આ મેચમાં રોહિત અને ઈશાનની જોડી ફોર્મમાં પરત ફરી જણાય હતી. ટોસ હાર્યા પછી પહેલાં બેટિંગ કરતા MIએ વિસ્ફોક શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને પહેલી વિકેટ માટે 45 બોલમાં 74 રન જોડ્યા હતા.આ પાર્ટનરશિપને રાશિદ ખાને રોહિતને આઉટ કરીને તોડી હતી.હિટમેન 28 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો.ડેવિડ મિલરની 100 મી મેચઃ ગુજરાત ટાઇટન્સના મિડલ ઓર્ડર બેટર ડેવિડ મિલરની આ 100મી IPL મેચ છે. આ રેકોર્ડ બનાવનારો એબી ડી વિલિયર્સ (184) અને ફાફ ડુ પ્લેસિસ (111) પછી તે માત્ર ત્રીજો દક્ષિણ આફ્રિકાનો ખેલાડી બની ગયો છે.