IPL 2025 ની 52મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં, બધાની નજર મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પર રહેશે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના ડેશિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પાસે એક ખાસ સીમાચિહ્ન હાંસલ કરવાની મોટી તક હશે.
હકીકતમાં, રવિન્દ્ર જાડેજા IPLમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર એક વિકેટ દૂર છે. આજની RCB સામેની મેચમાં વિકેટ લઈને, જાડેજા IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. તે ડ્વેન બ્રાવોને પાછળ છોડી દેશે. CSK માટે સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં જાડેજા અને બ્રાવો બંનેની વિકેટો સમાન છે. બંને બોલરોએ ૧૪૦-૧૪૦ વિકેટ લીધી છે. હવે જાડેજા વિકેટ લેતાની સાથે જ બ્રાવોને પાછળ છોડી દેશે અને CSKનો નંબર-1 બોલર બની જશે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા CSK બોલરો
- ડ્વેન બ્રાવો- 140
- રવિન્દ્ર જાડેજા – 140
- આર અશ્વિન – 95
- દીપક ચહર- 76
- એલ્બી મોર્કેલ- 76
- શાર્દુલ ઠાકુર- 60
જાડેજા પોતાની વિકેટનું ખાતું ખોલતાની સાથે જ T20 ક્રિકેટમાં CSK માટે 150 વિકેટ પણ પૂર્ણ કરશે. આ ડેશિંગ ઓલરાઉન્ડરે અત્યાર સુધીમાં ટી20 ક્રિકેટમાં ચેન્નાઈ માટે 149 વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે, ડ્વેન બ્રાવો એકમાત્ર CSK બોલર છે જેણે T20 ક્રિકેટમાં 150 થી વધુ વિકેટ લીધી છે. બ્રાવોના નામે 154 વિકેટ છે.
CSK માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- ડ્વેન બ્રાવો- 154
- રવિન્દ્ર જાડેજા- 149
- આર અશ્વિન – 125
- એલ્બી મોર્કેલ- 91
- દીપક ચહર- 76
જાડેજાની શાનદાર IPL કારકિર્દી
જો આપણે રવિન્દ્ર જાડેજાના IPL કરિયર પર નજર કરીએ તો, તેમણે અત્યાર સુધીમાં 4 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. પહેલી 2 સીઝન રાજસ્થાન રોયલ્સ માટે રમ્યા બાદ, તે કોચી ટસ્કર્સ કેરળનો ભાગ બન્યો અને પછી 2011 થી 2015 સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો. 2016 અને 2017 માં, જાડેજા ગુજરાત લાયન્સ માટે રમ્યો. તે 2019 માં CSK માં પાછો ફર્યો અને ત્યારથી તે ટીમનો ભાગ છે. તેણે IPLમાં 4 ટીમો માટે કુલ 250 મેચોમાં 167 વિકેટ લીધી છે.