- ઘરમાં ફૂલ નેટવર્ક માટે અપનાવો આ ટીપ
- બસ લગાવો આ ડિવાઈઝ, સ્પીડ થઈ જશે ડબલ
- ઘરમાં નથી મળતું બરાબર સિગ્નલ?
ઘણા ઘરોમાં એવી જગ્યા હોય છે જ્યાં નેટવર્ક નથી આવતું. એવામાં આપણે કોલ અથવા ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે. પરંતુ આ પરેશાનીને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. માર્કેટમાં એક એવું પ્રોડક્ટ છે જેનાથી તમે ઘરના ખૂણે ખૂણામાં ફૂલ સિગ્નલ મેળવી શકો છો. તમારે કોલ વખતે વારંવાર હલો-હલો કરવાની જરૂર નહીં પડે. ત્યાં જ ડિવાઈસ ખૂબ સસ્તુ આવે છે અને તમારી મુશ્કેલીને દૂર કરે છે. તેને ઘર પર લગાવ્યા બાદ ફોનમાં લો નેટવર્ક નહીં રહે અને ઈન્ટરનેટની સ્પીડ પણ સારી પકડાશે. આવો જાણીએ તેના વિશે…..
![Issue in mobile network](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/02/mobile-network-tower-300x170.jpg)
ઘર પર સારૂ સિગ્નલ મેળવવા માટે તમે માર્કેટથી મોબાઈલ સિગ્નલ બૂસ્ટર ખરીદી શકો છો. આ ડિવાઈઝ મોબાઈલ સિગ્નલને તરત વધારી દે છે. તેને લગાવ્યા બાજ જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરશો તો ઘર પર મોબાઈલ સિગ્નલ વધી જશે. ત્યાર બાદ તમે કોલ પણ કરી શકશો અને ઈન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકશો.
આ એક નાનું ડિવાઈઝ હોય છે જે બિલકુલ વાઈ-ફાઈ રાઉટર જેવું દેખાય છે. તેને ઈન્સ્ટોલ કર્યા બાદ તમારે નેટવર્કની સમસ્યા નહીં આવે. જો તમને લાગે છે કે તેને ખરીદવા માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે.
![Issue in mobile network](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/02/android_q_beta_4_network_1-300x150.jpg)
તો એવું નથી. તમને હજારથી 4 હજારની વચ્ચે મોબાઈલ સિગ્નલ બૂસ્ટર મળી જશે. તમને બસ તેને ઘર પર ઈન્સ્ટોલ કરવાનું રહેશે.
પરંતુ જણાવી દઈએ કે આ વીજળીથી ચાલે છે. જો વીજળી જતી રહે તો તમારૂ મોબાઈલ નેટવર્ક ફરી પરેશાન કરશે. જો તમે ઓનલાઈન ખરીદી કરવા માંગો છો તો એમેઝોન અને ફિલ્પકાર્ટથી પણ ખરીદી શકો છો. ત્યાં તમને બુસ્ટર સસ્તુ મળી શકે છે.