ભારત સરકારની નવી સુવિધા
હવે લાયસન્સ અને આરસી બુક સાથે રાખવાની જરૂર નથી
વોટ્સએપ પરથી આ કામ થઈ જશે
ઘરેથી નિકળ્યા બાદ ગાડીના કાગળીયા સાથે લઈને ફરવું ઘણી વાર મુશ્કેલ થઈ પડતું હોય છે. હવે સરકારે લોકોને આ મુશ્કેલીઓનો તોડ શોધી કાઢ્યો છે. માહિતી ખાતાના મંત્રાલયે વોટ્સએપ યુઝર્સ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેનો ઉપયોગ કરીને આપ મોબાઈલમાં જ ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી સહિતના કેટલાય ડોક્યુમેંટ ડાઉનલોડ કરી શકો છો. તો આવો જાણીએ કઈ છે આ સુવિધા જે, હવે ભારતીયોને મળવા જઈ રહી છે.
આવી રીતે ડાઉનલોડ કરી શકશો ડોક્યુમેંટ
- સૌથી પહેલા આપને +91 9013151515 નંબર પર નમસ્તે, હેલો અથવા hi અથવા Digilocker લખીને મોકલવાનું રહેશે
- ત્યાર બાદ આપને પૂછવામાં આવશે કે, DigiLocker અકાઉન્ટ એક્સેસ કરવાનું છે કે Cowin સર્વિસ
- જો આપ ડીજીલોકરની પસંદગી કરશો તો આપને પૂછવામાં આવશે અકાઉન્ટ છે કે નહીં
- જો ડીજીલોકર પર પહેલાથી અકાઉન્ટ બનાવેલુ છે કે, આપનો આધાર નંબર નાખવાનો રહેશે
- ત્યાર બાદ આપને રજિસ્ટર્ડ નંબર પર એક OTP મોકલવામાં આવશે, તેને આપે સબમિટ કરવાનો રહેશે
- ત્યાર બાદ આપે ડોક્યુમેટ ડીજીલોકરમાં અપલોડ કરી શકશો
- જો આપે પહેલાથી ડોક્યુમેંટ અપલોડ કરી રાખ્યા છે, તો આપ તેને ડાઉલોડ પણ કરી શકશો
વોટ્સએપ દ્વારા આ જરૂરી ડોક્યુમેંટ તમે ઉપલોડ કરી શકશો
આપ વોટ્સએપ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈંશ્યોરંસ સર્ટિફિકેટ, પાન કાર્ડ, સીબીએસઈ ધોરણ 10-12ના સર્ટિફિકેટ અને જીવન વિમાના સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો. બીજા શબ્દોમાં કહીએ તો, આપ આ કાગળોને હવે સાથે રાખવાની જરૂર નથી. આપ ઈચ્છો તો, વોટ્સએપ દ્વારા MyGov Helpdesk પર એક મેસેજ મોકલીને આ દસ્તાવેજોને ફોન પર ડાઉનલોડ કરી શકશો.