કાશ્મીરનો ચશ્મે શાહી ગાર્ડન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર
ગાર્ડનમાં પહાડોમાંથી કુદરતી રીતે આવતું પાણી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
શ્રીનગરમાં ઝબરવાન પર્વતોની તળેટીમાં આવેલું છે ચશમે શાહી ગાર્ડન.
વેકેશનનો માહોલને ફુલગુલાબી ઠંડીના માહોલમાં કાશ્મીર સહેલાણીઓથી ઉભરાયું છે. કશ્મીરના ફરવા અને માણવા લાયક સ્થળોમાનું જ એક છે ચશ્મે શાહી ગાર્ડન. જેના આહલદક દ્રશ્યો અહીં હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ગાર્ડનમાં પહાડોમાંથી કુદરતી રીતે આવતું પાણી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અહીંના ચશ્મે શાહીગાર્ડન, હઝરત બાલની દરગાહ, તુલિપ ગાર્ડન, મુગલ ગાર્ડન અને બર્ફીલા પહાડો પ્રવાસીઓના મનને પ્રફુલ્લિત કરી રહ્યા છે.
કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને દરેક જોવાલાયક સ્થળો પર સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ચશ્મે શાહી ગાર્ડન , જેનો અર્થ થાય છે ‘ ધ રોયલ સ્પ્રિંગ ‘. શ્રીનગરમાં ઝબરવાન પર્વતોની તળેટીમાં આવેલું છે આ ચશમે શાહી ગાર્ડન. આ ગાર્ડન શાહજહાં – મુઘલ સમ્રાટ – 1632માં તેમની દેખરેખ હેઠળ આ બગીચો નાખ્યો હતો .108 મીટર લંબાઇ અને 38 મીટર પહોળાઈ ધરાવતા વિસ્તારને આવરી લેતો આ બગીચો શહેરના ત્રણ મુઘલ બગીચાઓમાં સૌથી નાનો છે. અહીં આવતા પ્રવાસીઓ જણાવે છે કે આ ચશ્મે શાહી ગાર્ડનની વિશેષતાએ છે કે અહીં તાજા પાણીનું કુદરતી ઝરણું છે.