ગુજરાત ટુરીઝમની સ્પેશિયલ દ્વારકા ટૂર ઓફર
માત્ર 600 રૂપિયા જેટલો જ થશે ખર્ચ
શિવરાજપુર અને નાગેશ્વર પણ છે ટૂરમાં સામેલ
જો તમે ફેમિલી કે ફ્રેન્ડસ સાથે ફરવા જવાનું વિચારો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. હવે ઓછા ખર્ચે દ્વારાકા, શિવરાજપુર અને નાગેશ્વરની મુલાકાત લઇ શકાશે. ગુજરાત ટુરીઝમ તરફથી દેખો દ્વારાકા – હોપ ઓન હોપ ઓફ ડબલ દેકર દ્વારાકા સિટી ટૂરનું આયોજન કરવામાં આવે છે, જે 1 દિવસની ટૂર છે.
જાણો ક્યા ક્યા સ્થળોની લઇ શકાશે મુલાકાત?
- સવારે 8:30 વાગ્યે કીર્તિ સ્તંભ પર રીપોર્ટીંગ કરવાનું રહેશે.
- ત્યાર બાદ 8:45 કલાકે કીર્તિ સ્તંભથી ટૂરની શરૂઆત થશે.
- ત્યાર બાદ ભડકેશ્વર મંદિર અને નાગેશ્વર મંદિરનાં દર્શન માટે લઇ જવામાં આવશે.
- જ્યોતિર્લીંગ મંદિર અને અમેઝિંગ ફન વર્લ્ડ ફેરવવામાં આવશે.
- પછી ટૂર રુકમણી મંદિર અને શિવરાજપુર બીચની મુલાકાત લેશે.
- અને છેલ્લે સાંજે 5 વાગ્યા સુધીમાં તમે કીર્તિ સ્તંભ પહોંચી જશો.
આ છે ટૂર માટેની શરતો:
- 5 વર્ષથી નાનાં બાળક માટે ટૂર ફ્રી છે, તેના માટે કોઈ સીટ આપવામાં આવશે નહીં.
- આ એક ગાઈડેડ ટૂર રહેશે.
- કોઈપણ સ્થળની એંટ્રી ફીનો સમાવેશ ટૂરની ફીમાં કરવામાં આવ્યો નથી.
- આઈડી પ્રૂફ કે આઈડી કાર્ડ સાથ રાખવું ફરજીયાત રહેશે.
- ટ્રીપનાં કોઈપણ નેચરલ/પોલિટીકલ કે સોશિયલ કારણોને લીધે કેન્સલ થવા પર મેનેજમેન્ટની કોઈ જવાબદારી રહેશે નહીં.
- M/S Pinks Travels દ્વારા બધા અધિકારો આરક્ષિત છે.