What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
હાર્દિકના રાજીનામાં પર કોંગી ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા મહત્વનું પદ કોંગ્રેસે હાર્દિકને આપ્યું છતાં પણ નારાજગી એ આશ્ચર્યની વાત: વસોયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું: વસોયા ગુજરાત કોંગ્રેસના યુવા કદાવર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી તમામ હોદા ઉપર થી રાજીનામુ આજરોજ આપ્યું છે. હાર્દિક પટેલે રાજીનામુ આપતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ હાર્દિક પટેલના રાજીનામાં બાબતે પોતાની પ્રતિકિયા આપી હતી. હાર્દિકના રાજીનામાં પર ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. https://www.youtube.com/watch?v=gYkN3qI0Wjw લોકશાહીમાં સૌ પોતાનો નિર્ણય લઈ શકે છે, હાર્દિકે…
સુરતમાં ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત લવાતો ગાંજો પકડાયો ગાંજાનો જથ્થો ઓડીશાથી એક ઇસમે આપ્યો હતો ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત લવાતો ગાંજો ઉધના રેલવે સ્ટેશન પાસેથી એસઓજી ના હાથે ઝડપાયો, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ઓડીશાથી ટ્રેનમાં ગાંજાની ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે.આરોપીઓ પોલીસને શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગાંજાનો જથ્થોમંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી…
રાજકોટનેે પાણી પુરું પડાય એટલું ઈન્ફાસ્ટ્રક્ચર કોર્પોરેશન પાસે ન હોવાથી ધાંધિયા કાયમી ડેમ ભરેલા પરંતુ જરૂરિયાત મુજબ ફિલ્ટર નહીં થતા ઓછા ફોર્સથી વિતરણ કરવા તંત્ર મજબૂર ફીલ્ટર પ્લાન્ટની ઘટ હોવાથી દરરોજ 2.5 કરોડ લીટર પાણી ફિલ્ટર થતુ નથી રાજકોટ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી આવવાની આખું વર્ષ ફરિયાદો ઉઠતી હોય છે. જેની પાછળ જૂની લાઈનો તુટી જવાથી તેમજ ડાયરેક્ટ પંમ્પિંગ સહિતના અન્ય કારણો તંત્ર દ્વારા આગળ ધરી દેવાતા હોય છે. પરંતુ સ્થાનિક જળાશયોમાં પૂરતુ પાણી હોવા છતા ઉપરોક્ત કારણો સિવાય સૌથી મોટુ કારણ કોર્પોરેશન પાસે ફીલ્ટર પ્લાન્ટની ઘટ હોવાથી દરરોજ 2.5 કરોડ લીટર પાણી ફિલ્ટર થતુ નથી પરિણામે અમુક…
દિલ્લીએ પંજાબ કિંગ્સને 17 રનથી પરાજય આપ્યો ઋષભ પંતને દિલ્લી કેપિટલ્સે 16 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો હતો પંજાબ કિંગ્સ સામે જીત પછી પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની સિઝનમાં દિલ્લી કેપિટલ્સની ટીમ પ્લેઓફની રેસમાં હજુ પણ ટકેલી છે. સોમવારે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્લીએ પંજાબ કિંગ્સને 17 રનથી પરાજય આપ્યો. આ જીતની સાથે ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્લી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવી ગઈ છે. પંજાબ કિંગ્સ સામે જીત પછી પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પંત હવે જીતની ટકાવારી (મિનિમમ 10 મેચ)ના આધારે દિલ્લી કેપિટલ્સનો સૌથી સફળ કેપ્ટન…
‘બાબુ ભઇયા’નો રોલ પરેશ રાવલ કરતા સારું કોઈ કરી શકતું નથી બંને ભાગ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયા હતા. ફેન્સ આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના અત્યાર સુધીમાં બે ભાગ આવ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્રીજા ભાગને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. હેરા ફેરીના બંને ભાગમાં તમામ પાત્રોએ દર્શકોને ખુબ હસાવ્યા હતા. પરંતુ આ ફિલ્મનું એક પાત્ર એવું છે જેણે લોકોના દિલોમાં ઘર બનાવી લીધું છે. તે પાત્ર છે બાબુરાવ ગણપતરાવ આપ્ટે ઉર્ફે ‘બાબુ ભઈયા’. આ ફિલ્મમાં બોલીવુડ એક્ટર પરેશ રાવલે ‘બાબુ ભઇયા’નો રોલ કર્યો હતો. લોકોનું માનવું છે કે ‘બાબુ ભઇયા’નો રોલ…
હળવદ ખાતે મીઠાંના કારખાનાની દીવાલ ધરાશાયી 12નાં મોત અને 30 જેટલાં શ્રમિકો દટાયા હોવાની આશંકા JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ મોરબીના હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક ઊંચો જવાની શક્યતા સેવવામાં આવી રહી છે. https://www.youtube.com/watch?v=io46NHI7PtU મુખ્યમંત્રી…
ગરમીમાં સ્ટાઇલીશ દેખાવા માટે છોકરીઓ અનેક નવી-નવી રીતો અપનાવતી હોય છે સ્ટાઇલીશ અને કમ્ફોર્ટેબલ શ્રગ તમારી માટે એક બેસ્ટ ઓપ્શન છે. શ્રગની ઓપ્શનમાં તમે સ્ટાઇલીશ કરવા માટે કોટ પણ પહેરી શકો છો ગરમીમાં સ્ટાઇલીશ દેખાવા માટે છોકરીઓ અનેક નવી-નવી રીતો અપનાવતી હોય છે. આ માટે છોકરીઓ અનેક સ્ટાઇલ પણ પોતાની ચેન્જ કરતી હોય છે. આ ગરમીમાં પણ અનેક છોકરીઓ પોતાની આગવી સ્ટાઇલથી પર્સનાલિટી પાડવા ઇચ્છતી હોય છે. આમ, જો તમે ગરમીની સિઝનમાં તમે તમારા ક્લોથિંગ કલેક્શનમાં કંઇક નવું એડ કરવા ઇચ્છો છો તો આ સ્ટાઇલીશ અને કમ્ફોર્ટેબલ શ્રગ તમારી માટે એક બેસ્ટ ઓપ્શન છે. હાલના આ સમયમાં ઓનલાઇન શોપિંગ તમારા…
વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા રોયસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે રોયસ્ટોનના મેયર બનનાર એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા. મેરી એન્ટોની વડોદરાની રોઝરી સ્કૂલમાં 1995 થી 2007 સુધી શિક્ષિકા હતાં. 25 હજારની વસ્તી ધરાવતા રોયસ્ટોન ટાઉનમાં તેઓ મેયર તરીકે ચૂંટાઇને આવ્યાં. જણાવી દઇએ કે, રોયસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે. મેરી એન્ટોની સામુદાયિક સેવાના કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય પણ છે. રોયસ્ટોનના મેયર બનનાર મેરી એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન છે. 16 મેના રોજ મેયર તરીકેનો ચાર્જ તેઓએ લીધો મેરી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલાં છે. તે…
જૂનાગઢ રોપ વેમાં એક મહિનામાં 18608 પ્રવાસીઓ વધ્યા ગિરનાર રોપવે પ્રોજેક્ટની સફળતા પ્રવાસીઓમાં મોટો ઘસારો, આવકમાં ઉછાળો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. તેના લીધે કુલ રૂ. 56 કરોડની આવક થઇ છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમા પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2022માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપવેની સેવા માણી હતી જે માર્ચમાં વધીને 77,796 થઇ ગઇ છે. આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022 (3.1…
ગુજરાતમાં મીઠાઈનો સ્વાદ ન ચાખી શકો તો સફર અધૂરી ગણાય સ્વાદ એટલો અદ્ભુત છે કે લોકો તેને પેક કરીને ઘરે લઈ જાય છે આ મીઠાઈ તમે એક વખત ચાખસો તો ચાહક બની જાસો જો તમે અહીં ગુજરાતમાં મીઠાઈનો સ્વાદ ન ચાખી શકો તો સફર અધૂરી ગણાય છે. જાણો કઈ સ્વાદિષ્ટ મીઠાઈઓ તમે અહીં ચાખી શકો છો. અમે તમને કેટલીક એવી મીઠાઈઓ વિશે જણાવીશું, જેનો સ્વાદ એટલો અદ્ભુત છે કે લોકો તેને પેક કરીને ઘરે લઈ જાય છે. બાસુંદીઃ કન્ડેન્સ્ડ મિલ્ક અને ક્રીમમાંથી બનેલી આ ડેઝર્ટમાં બદામ અને પિસ્તા જેવા ડ્રાય ફ્રૂટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે તે રબડીનો…

