What's Hot
- Realme એ 7,000mAh બેટરીવાળા બે શાનદાર ફોન લોન્ચ કર્યા, Xiaomi, iQOO, Samsung નું ટેન્શન વધ્યું
- એલોન મસ્કે X મની પેમેન્ટ ફીચર રજૂ કર્યું, ટૂંક સમયમાં તમે તમારા X એકાઉન્ટમાંથી પૈસા મોકલી શકશો
- જતા સમયે પણ, 27 કરોડના ખેલાડીએ પોતાની ટીમને લાખોનું નુકસાન પહોંચાડ્યું
- ગુલવીર સિંહે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો
- LSG એ IPL ઇતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો, આજ સુધી કોઈ ટીમે આટલી ખરાબ હાલતનો સામનો કર્યો નથી
- પીએમ મોદી બે દિવસ માટે બિહાર જઈ રહ્યા છે, પટનામાં ભવ્ય રોડ શો થશે, જાણો તેમના કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા
- દાઉદ ઇબ્રાહિમ ગેંગના સભ્ય હત્યા કેસ, ગેંગસ્ટર રવિ પૂજારી 26 વર્ષ પછી નિર્દોષ જાહેર
- સરકાર સંસદમાં ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે, ઘરમાંથી રોકડ રકમ મળી હોવાનો મામલો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કોરોના પોઝિટિવ ઘરમાં જ ક્વોરન્ટીન થયા હોવાની ટ્વિટ કરી આપી માહિતી છેલ્લા 5 દિવસમાં 5 મોટા શહેરમાં હજારો લોકોને મળ્યા હતા ભારતમાં ફરી એકવાર કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. રોજે નવા નવા અઢળક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે. અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં…
કિશોરોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ ગાંધીનગરના કોબાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો અમદાવાદમાં સ્કૂલ કેમ્પસમાં અલગ અલગ રૂમ ફાળવવામાં આવ્યા રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે…
આઠ રાજ્યોમાં કાતિલ કોલ્ડ વેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી ઉત્તરના પહાડી પ્રદેશો તરફથી વાતા સૂસવાટા ભર્યા બર્ફિલા ઠંડા પવનોના પગલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં કાતીલ શીત લહેર ફરી વળી હતી અને દેશના પાટનગર દિલ્હીના લોકો ગાત્રો થિજવી દેતી ઠંડીમાં ઠૂઠવાઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછુ એટલે કે 4.2 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પ્રકોપ્ત શાંત થઇ જશે પરંતુ તે સાથે વરસાદ પડે એવી સંભાવના વધી ગઇ છે. હવામાન ખાતાએ દિલ્હી સહિત આઠ…
શાળામાં વધતા કોરોના કેસોને લઈ જીતુ વાઘાણીનું નિવેદન શાળા કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે તો સખ્ત કાર્યવાહી થશે શાળામાં ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા કડક સૂચના રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાથી લોકોમાં ડર જવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી જણાવ્યું કે જો કોઈ શાળા કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તેમણે શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવાના આદેશ આપ્યા છે. રાજ્યમાં આજથી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરના…
આ બંનેના શેર્સે રોકાણ કરનારની કમાણી પણ વધારી 2021માં અદાણી-અંબાણીની સંપત્તિમાં આવ્યો વધારો સંપતિના વધારામાં અદાણીએ અંબાણીની સાઈડ કાપી વર્ષ 2021 દરમિયાન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સંપત્તિ સર્જનના મામલે સતત ચર્ચામાં રહ્યા છે. આ એક વર્ષમાં અદાણીની વેલ્થ 41.5 અબજ ડોલર (અંદાજે રૂ. 3 લાખ કરોડ)નો વધારો થયો છે, જ્યારે અંબાણીની નેટવર્થ 13 અબજ ડોલર (આશરે રૂ. 97,000 કરોડ) વધી છે. આ બંનેની સંપત્તિ તો વધી જ છે, પણ અદાણી અને અંબાણીની કંપનીના શેર્સમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સની કમાણી પણ 19%થી લઈને 357% જેટલી વધી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની વેબસાઇટ પરથી મેળવેલા આંકડા મુજબ, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર વચ્ચેના…
કેએલ રાહુલને વનડેનો કેપ્ટન બનાવાયો ઈજાગ્રસ્ત રોહિત શર્મા સાઉથ આફ્રિકા નહીં જાય બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રણ વનડે મેચની સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ઈજાગ્રસ્ત રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા જવામાં સક્ષમ ન હોવાને કારણે કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલી વનડે 19 જાન્યુઆરી, બીજી વનડે 21 જાન્યુઆરી અને ત્રીજી વનડે 23 જાન્યુઆરીએ રમાશે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ શુક્રવારે રાત્રે ટીમની જાહેરાત કરી. સાથે જ તેઓએ વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને ઉઠેલા વિવાદોના પણ જવાબો આપ્યા. ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ…
અમદાવાદમાં હેલિકોપ્ટર જોય રાઈડ્સ શરૂ કરાશે રુપિયા 2 હજાર 360 માં હેલિકોપ્ટર રાઈડ કરી શકાશે 7 મિનિટ સુધી અમદાવાદ દર્શન થશે નવા વર્ષાની ગુજરાતીઓ અને અમદાવાદીઓને સરકારે ભેટ આપી છે. રિવરફ્રન્ટ હેલીપેડથી હેલિકોપ્ટર જોય રાઇડ્સ શરૂ કરાશે. એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી આ હેલિકોપ્ટર જોયરાઈડ્સ શરૂ કરવામાં આવશે. સાંજે 4 વાગે રિવરફ્રન્ટ હેલીપેડ ખાતે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ રાઈડ્સ શરૂ થશે. આ રાઈડ રિવરફ્રન્ટ હેલીપેડથી PM મોદી સ્ટેડિયમ સુધી જઇ પરત ફરશે. તો રાઇડસનો અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સિટીનો પણ રહેશે. આપને જણાવી દઈએ કે, દરેક રાઈડમાં પાંચ મુસાફરો હશે અને 9 મિનિટનો સમય રહેશે.…
જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ મચી ભાગદોડમાં 12 લોકોના મોત,14ને ઇજા પહોંચી શ્રદ્ધાળુઓ વચ્ચે કોઈ વાત બાબતે વિવાદ થયો હતો નવા વર્ષની શરૂઆતમાં દુઃખદ બનાવ બન્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબરો- 01991-234804, 01991-234804 પણ જાહેર કર્યો છે. સમગ્ર મામલે જમ્મુ-કાશ્મીરનાં DGP દિલબાગ સિંહે જણાવ્યું હતુ કે શ્રધ્ધાળુઓ વચ્ચે કોઈ વાત બાબતે વિવાદ થયો હતો. તેમાં ધક્કા-મુક્કી થઈ…
કપડાં પરનો GST વધારો મોકૂફ રખાયો 5 ટકા દર યથાવત રેહશે વેપારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી કાપડ વેપારીઓના સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા થોડા દિવસોથી જીએસટી દરમાં વધારાના મુદ્દાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. ટેક્સટાઈલ ઉદ્યોગમાં હાલ 5% જીએસટી વસૂલવામાં આવી રહી હતી. જેને જીએસટી કાઉન્સિલ દ્વારા 12% કરવા માટે નિર્ણય લેવાયો હતો. સમગ્ર દેશભરના અને સુરતના વેપારીઓએ તેનો વિવિધ પ્લેટફોર્મ ઉપર વિરોધ નોંધાવીને જીએસટી દર યથાવત રાખવા માટેની માંગ કરી હતી. ગઇકાલે પણ વેપારીઓએ તમામ માર્કેટો જડબેસલાક બંધ રાખીને પોતાની એકતાનો પરચો બતાવ્યો હતો. દરમિયાન આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ પરનો…
રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું જોર રહેશે નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું ગુજરાતમાં આગામી 2 દિવસ હાડ થીજવતી ઠંડી પાડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં હજુ બે દિવસ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું જોર રહેશે. મોડી સાંજથી તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટી જશે. જો કે, બે દિવસ બાદ ઠંડી થોડીક ઘટશે. આજે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુંગાર. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર અને કેશોદમાં…