What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
માર્ગ પરિવહન મંત્રાલયે આપ્યા આદેશ બે ડઝન ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓનાં નવા મોડલ લોન્ચ કરવા પર લગાવાઈ રોક દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આમાં અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ પણ થઇ ચુક્યા છે એટલા માટે જ સરકાર આ ઘટનાઓને લઈને ઘણી ગંભીર છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સરકારે ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓનાં નવા મોડલ લોન્ચ કરવા પર પણ રોક લગાવી છે. સરકારે દંડ પણ ફટકાર્યો આ પહેલા નીતિન ગડકરીએ ઘણા ટ્વીટની સીરીઝમાં કંપનીઓને કડક ચેતવણી આપી હતી કે બધી ડીફેક્ટીવ ગાડીઓને પાછી લેવામાં આવે અને તેની તપાસ કરવામાં…
દેશના 13 રાજ્યો કરી રહ્યાં છે વીજસંકટનો સામનો દિલ્હી સરકારે આપી ચેતવણી રાજધાનીને વીજ સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે હાલમાં દેશના 13 રાજ્યો વીજસંકટનો સામનો કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે, રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. આવી સ્થિતિમાં, મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો સહિત તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓને વીજળી પહોંચાડવામાં સમસ્યા સર્જાઇ શકે છે.જો કે, દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ સાથે સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકારને પત્ર લખીને પર્યાપ્ત કોલસાના પુરવઠાની પણ માંગ કરી છે. જેથી પાવર પ્લાન્ટને કોલસો ઉપલબ્ધ…
પંજાબના ભઠિંડા ખાતે બસ સ્ટેન્ડમાં લાગી ભીષણ આગ ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ એક કંડક્ટરનું દુર્ઘટનામાં મોત નિપજ્યું પંજાબના ભઠિંડાથી મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભઠિંડાના બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. જો કે, આ દુર્ઘટનામાં એક કંડક્ટરનું મોત પણ નિપજ્યું છે. ભીષણ આગ લાગવાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.પહેલાં એક બસમાં આગ લાગી હતી અને પછી જોતજોતામાં જ અન્ય બસો પણ આગની ઝપેટમાં આવી ગઇ. જો કે આ ઘટનાની જાણ થતા જ તુરંત ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે હાજર થઇ…
કોઈપણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડે: જે.પી. નડ્ડા નડ્ડાએ એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સવાર સવારમાં લોકોનો જુસ્સો છે એ આનંદની વાત છેઃ મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. સાથેજ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓએ બેઠકો અને તોડજોડનું રાજકારણ શરૂ પણ કરી દીધું છે. ત્યારે ભાજપે પણ ચૂંટણીનું રણશિંગુ ફુકિ દીધું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના અને કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે આજરોજ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ વેળાએ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું…
આજથી સુરતમાં ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેટ સમિટ PM નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રી પણ વડાપ્રધાનની સાથે વર્ચ્યુઅલી જોડાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતના સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા બુધવારે એક નિવેદનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. PMOના જણાવ્યાં અનુસાર, સરદારધામ “મિશન 2026” હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેની પાછળનો ઉદ્દેશ્ય પાટીદાર સમાજનો આર્થિક વિકાસ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન દર બે વર્ષે થાય છે. પ્રથમ બે કોન્ફરન્સ અનુક્રમે 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ…
સૂર્ય ગ્રહણની ઘટના વૈજ્ઞાનિક અને જ્યોતિષના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ પહેલુ સૂર્ય ગ્રહણ 30 એપ્રિલે થશે, આ દિવસે શનિશ્ચરી અમાવસ્યાનો છે યોગ આ સંયોગ લગભગ 100 વર્ષ બાદ બન્યો છે, રાખવી પડશે સાવધાની સૂર્ય ગ્રહણની ઘટનાને વૈજ્ઞાનિક અને જ્યોતિષના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વની માનવામાં આવે છે. મહત્વનું છે કે આ વર્ષે 4 ગ્રહણ પડવાના છે. જેમાંથી બે સુર્ય અને 2 ચંદ્ર ગ્રહણ થશે. તો પહેલુ સૂર્ય ગ્રહણ 30 એપ્રિલે થઇ રહ્યું છે. જે ભારતમાં માન્ય નહીં થાય અને તેમજ તેના સુતક પણ માન્ય નહીં થાય. આ ગ્રહણ શનિવારે મેષ રાશિમાં થવા જઇ રહ્યું છે. આ સાથે શનિશ્ચરી અમાવસ્યાનો પણ યોગ બની રહ્યો છે.…
આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80%થી વધુ પાણી રાજ્યના 50% જળાશયમાં 25%થી ઓછું પાણી જિલ્લાનાં 46 ગામમાં ટેન્કરના 97 ફેરાથી પહોચાડાય છે પાણી રાજ્યભરમાં બુધવારે હીટવેવનું જોર યથાવત્ રહ્યું હતું. 44.3 ડીગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી તો અમદાવાદમાં પણ 44.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારે દેશનાં 33 શહેરોમાં 44 ડીગ્રીથી વધુ ગરમાી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ ત્રણ દિવસ આકરી ગરમી રહેશે. 1 મે બાદ ગરમીથી રાહત મળી શકે છે. રાજ્યમાં હીટ વેવનો કહેર છે. ગરમી વચ્ચે પાણીના પોકાર પણ હવે સંભળાઇ રહ્યા છે. રાજ્યનાં જળાશયોમાં હવે પાણીનો જથ્થો 50 ટકાથી પણ ઓછો થઇ…
ભારતમાં કોરોનાએ ફરી પકડી રફ્તાર ગત 24 કલાકમાં 12.8% ની વૃદ્ધિ છેલ્લા 24 કલાકમાં 3303 કેસ નોંધ આવ્યા સામે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં ચેપના 3303 નવા કેસ નોંધાયા છે. આ આંકડો આગલા દિવસ કરતાં 12.8% વધુ છે. મંગળવારે કોરોનાના 2,927 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, કોરોનાથી 32 લોકોના મોત થયા છે. હવે દેશમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 30 લાખ 68 હજાર 799 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણને કારણે 39 લોકોના મોત પણ થયા છે. કેરળમાં 26 મૃત્યુ બેકલોગ આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે. આ સાથે ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર…
પીવો ઈલાયચી શરબત અને ઉઠાવો લુત્ફ ઉનાળામાં ઈલાયચીનું શરબત પીવાથી શરીરને તાજગી તો મળે છે ઈલાયચીનું શરબત એક આરોગ્યપ્રદ પીણું છે ભારતીય રસોડાનો મસાલો ઈલાયચી વગર અધૂરો છે. ઈલાયચીનો ઉપયોગ ફક્ત આપણા ભોજનમાં જ નથી થતો, પરંતુ ઈલાઈચી શરબત પણ ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે. એલચી માત્ર સુગંધ વધારવાનું જ કામ નથી કરતી, પરંતુ તેનો સ્વાદ પણ એકદમ ઠંડો હોય છે, આવી સ્થિતિમાં ઉનાળામાં ઈલાયચીનું શરબત પીવાથી શરીરને તાજગી તો મળે જ છે સાથે સાથે શરીર પણ ઠંડુ રહે છે. ઈલાયચીનું શરબત એક આરોગ્યપ્રદ પીણું છે. પ્રખર તડકામાંથી આવ્યા પછી સામે કોઈ ઈલાયચીનું શરબત પીરસે તો અલગ વાત છે. ઈલાયચી શરબત બનાવવું પણ…
કોંગ્રેસ છોડવા અંગેની અટકળો વચ્ચે હાર્દિકે આપ્યું નિવેદન હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું: હાર્દિક પટેલ પક્ષમાં કોઈની સાથે વ્યક્તિગત વિરોધ હોઈ શકે, હું સાથે બેસીને વાત કરીશ: હાર્દિક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા સ્વ.ભરતભાઈ પટેલની પુણ્યતિથિ પ્રસંગે આવેલા સાધુ-સંતો અને કોંગ્રેસના આગેવાનોનાં સલાહ-સૂચન બાદ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું, કામ મળશે તો 110ની સ્પીડે કામ કરીશ, મારે કોઇ વાત સાબિત કરવાની નથી.હાર્દિક પટેલના ત્યાં આવેલા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને નૌતમ સ્વામીએ આપેલાં નિવેદન અને સલાહ-સૂચનોનો ખુલાસો કરતાં હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું…

