What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
અમદાવાદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટ થઈ મોંઘી કોરોના કેસ વધતા ટ્રાફિક ઘટાડવા લેવાયો નિર્ણય પ્લેટફોર્મ ટિકિટના 10ના બદલે 30 રૂપિયા કરાયા કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવેથી તમે રેલવે પ્લેટફોર્મ પર જાવ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે પ્લેટફોર્મ ટિકિટ લેવા માટે હવે 10ને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે અગાઉ વડોદરામાં ભાવવધારો કરાયો હતો. અમદાવાદમાં રેલવે પ્લેટફોર્મની ટિકિટની કિંમતમાં વધારો થતાં હવે ટીકીટ લેવા 10ને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. કોરોનાના કેસ વધતા લોકોની ભીડ ભેગી ન થાય તેના માટે રેલવે તંત્રએ આ નિર્ણય લીધો છે. કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ…
ચૂંટણી પૂર્વે સરકાર ખેડૂતોને બજેટમાં રાજી કરશે!! ખાતર સબસિડીમાં વધારાનું આયોજન 5 રાજ્યોની ચૂંટણી પૂર્વે 2022નું બજેટ કરશે જાહેર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીનેે કેન્દ્ર સરકાર 2022ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને લગભગ 19 અબજ ડોલર અથવા તો 1.4 લાખ કરોડ રૃપિયાની સબસિડી આપવાનું આયોજન ધરાવે છે, એમ આ અંગે જાણકારી ધરાવનારી વ્યક્તિએ જણાવ્યું હતું. નાણા મંત્રાલયે પહેલી ફેબુ્રઆરી 2021ના રોજ રજૂ થનારા બજેટમાં પહેલેથી જ ખાતર સબસિડી પેટે 1.4 લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે. ગયા વર્ષે આ રકમ 1.3 લાખ કરોડ રૃપિયા હતી. આ વર્ષે ખર્ચમાં વધારો થવાનું કારણ કાચા માલનો ઊંચો ખર્ચ છે, એમ વ્યક્તિએ ઓળખ ન આપવાની શરતે…
આમ આદમી પાર્ટીએ પંજાબના સીએમ ઉમેદવાર કર્યા જાહેર ભગવંત માન AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પબ્લિક વોટિંગમાં 21માંથી 15 લાખ લોકોએ તેમને ચૂંટ્યા: કેજરીવાલ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)એ ભગવંત માનને પોતાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવ્યા છે. સાંસદ ભગવંત માનનું નામ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે મોહાલીમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન ભગવંત માનની માતા હરપાલ કૌર પણ હાજર રહ્યાં હતાં. આ તરફ કેજરીવાલની જાહેરાત પહેલાં જ સમગ્ર શહેરમાં ભગવંત માનનાં પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. AAP દ્વારા પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવા માટે…
વિક્રમ સંવત 2078 સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ. તિથિ તેરસ શનીવાર તારીખ 15.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7 અને 23 મીનીટે, આજે સૂર્ય અસ્ત સાંજે 18.08 આજની રાશી વૃષભ. અક્ષર બ.વ. ઉ. આજનું નક્ષત્ર. મૃગશીર્ષ આજનો યોગ. બ્રહ્મ આજે કરણ કોલવ આજે અભિજીત વિજય મુહૂર્ત 12:15થી 12:52 આજે રાહુકાળ બપોરે 3:05થી 4:30 આજે સ્થિર યોગ શનિ પ્રદોષ અને રવિયોગ છે.. આ મહિનો મકરસંક્રાંતિએટલે કે સૂર્ય મકર રાશિમાં છે ધનારક કમુરતા પૂરાથયા છે દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિ. સ્વામી મંગળ. અક્ષર અ.લ.ઈ. આજે મંગળ. તુલા રાશિનો માર્ગી હોવાથી જમીન મકાન દુકાન ખરીદવાના યોગ બને છે અણધાર્યા…
કોરોના સામે પાણી પહેલા પાળ બાંધતી સરકાર સરકારે કોરોના સારવાર માટે તૈયારી કરી દવા, ઇન્જેક્શનના એડવાન્સ ઓર્ડર આપી દેવાયા રાજ્યમાં કોરોના સંક્રમણનો ગ્રાફ જોતાં આગામી થોડા દિવસોમાં જ વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. ત્યારે કોરોના દર્દીઓની સારવાર માટેની દવાઓ, ઇન્જેક્શનો અને સાધનોની યુદ્ધના ધોરણે ખરીદીના આદેશ રાજ્ય સરકારે આપ્યા છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં નવી ખાસ ખરીદ સમિતિ બનાવી છે. અગાઉની સમિતિને વિખેરીને નવી સમિતિની રચના કરાઈ છે. આ સમિતિ કોરોના નિયંત્રણ અને સારવાર માટે જરૂરી કોઇપણ પ્રકારના સાધનો, દવાઓ અને માનવબળ સહિતની સેવાઓ તાત્કાલિક અસરથી ખરીદ કરી શકે તેવી સત્તા આપી છે. સરકારમાં ખરીદી માટેની…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. જૂની સરકાર બદલાઈ અને નવી સરકારને ચારેક મહિના જેટલો સમય થયો છે. હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે સાંજે મંત્રીઓની તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરવાનું જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક માટેનો આદેશ બુધવારે બપોરે જ આપવામાં આવ્યો હતો અને દરેક મંત્રીને પોતાના વિભાગના અત્યાર સુધીના થયેલાં કામો અને નજીકના ભવિષ્યમાં જે કાર્યો થઇ શકે તેની બ્લૂપ્રિન્ટ લઇને આવવા જણાવાયું હતું. આ દરમિયાન પાટીલે કહ્યું…
અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ દીકરીનો જન્મદિવસ સાઉથ આફ્રિકામાં સેલિબ્રેટ કર્યો વામિકાની બર્થડે પાર્ટીની તસવીરો સામે આવી અનુષ્કા-વિરાટની દીકરી 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી વામિકા 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ. હાલમાં વિરાટ કોહલી ટેસ્ટ મેચ તથા વન-ડે સિરીઝ માટે સાઉથ આફ્રિકામાં છે. વિરાટ કોહલીની સાથે દીકરી તથા અનુષ્કા પણ ગયાં છે. વિરાટ તથા અનુષ્કાએ સાઉથ આફ્રિકામાં દીકરીનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં જન્મદિવસની કેટલીક તસવીરો શૅર કરી હતી. અનુષ્કા એક તસવીરમાં દીકરી વામિકા સાથે જોવા મળી હતી. અનુષ્કા તથા વામિકાએ મેચિંગ કર્યું હતું અને વ્હાઇટ કપડાં પહેર્યાં હતાં. વામિકાનો ચહેરો દેખાતો…
જસ્ટિસ ઈન્દુની આગેવાનીવાળી કમિટી કરશે તપાસ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પંજાબ બંનેની તપાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો ગત સુનાવણીમાં SPG એક્ટ અંગે રજૂઆત થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષા ચૂકના મામલામાં સુપ્રીમ કોર્ટે નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે. આ કમિટી સુરક્ષા ચૂકના મામલાની તપાસ કરશે. આ કમિટિમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રા, NIAના DGના પ્રતિનિધિ તરીકે IG, ચંદીગઢના DGP, પંજાબના ADGP અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ છે. આ કમિટી સિવાયની કેન્દ્ર અને રાજ્યની તાપાસ કમિટીઓ પર કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટે 10 જાન્યુઆરીએ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો.…
ગાંધીનગરમાં મુખ્યમંત્રી પટેલની અધ્યક્ષતામાં આજે બેઠક બેઠકમાં કોરોના સંક્રમણ બાબતે ચર્ચા થશે પ્રભારી સચિવ જિલ્લાના કોરોના અને આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરશે રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને સરકાર પણ એક્શનમાં આવી છે ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠક મહત્વની ગણાશે. આ બેઠકમાં કોરોના સંક્રમણ મામલે ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે જ આજની બેઠકમાં પ્રભારી સચિવ જિલ્લાના કોરોના અને આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરશે, તો રાજ્યમાં વકરતા કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા અને કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તે અંગેની પણ ચર્ચા આજની…
14 અને 15 જાન્યુઆરી વચ્ચે ફસાઈ મકરસંક્રાંતિ 14 અને 15 બંને દિવસે પૂજાનું મહત્વ છે સામાન્ય રીતે બધી પૂજા 14 જાન્યુઆરી એ જ આવતી હોય છે ગયા વર્ષે 2021માં સામાન્ય રહ્યા બાદ આ વર્ષે ફરી એકવાર મકરસંક્રાંતિ 14 અને 15 જાન્યુઆરીના ચક્કરમાં ફસાઈ ગઈ છે. કેટલાક પંચાંગ અનુસાર 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવવી શુભ માનવામાં આવે છે, તો કેટલાકના મતે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવી શુભ છે. સૂર્યનો ધનુરાશિથી મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ થઈ રહ્યો છે, પરંતુ મકરસંક્રાંતિનું સ્નાન અને દાન 15 જાન્યુઆરીએ થશે. ઉદયતિથિ અનુસાર, 15 જાન્યુઆરીએ સ્નાન અને દાનનો દિવસ છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પૂજા…

