What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
બુધવાર કારતક માસના કૃષ્ણ પક્ષનો સાતમો દિવસ છે. પંચાંગ અનુસાર, સપ્તમી તિથિ સવારે 1.29 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે આખો દિવસ ચાલશે. આ સાથે આજે શિવ અને સિદ્ધની સાથે પુનર્વસુ નક્ષત્ર સાથે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. , આટલા બધા શુભ યોગો આજે રચાઈ રહ્યા છે જે ઘણી રાશિના લોકોનું નસીબ રોશન કરી શકે છે. તમને અચાનક આર્થિક લાભની સાથે તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન માટે આજનું જન્માક્ષર… આજે રાશિનું આજનું રાશિફળ આજનો દિવસ તમારી રચનાત્મક ઉર્જાથી ભરેલો રહેશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે આ…
વડોદરામાં બીજા નોરતે ભાયલી ગામની સીમમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું. આ કેસમાં પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. દુષ્કર્મ આચરનારા નરાધમોને ઝડપી અને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસે 17 દિવસમાં જ 6 હજાર જેટલા પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં નરાધમો સામે 100 સાક્ષીના નિવેદનો, FSL અને મેડિકલ રિપોર્ટ સહિત અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા છે. શું છે સમગ્ર મામલો ભાયલી- બીલ ટીપી રોડ ઉપર નવરાત્રિના બીજા નોરતે મિત્રોને મળવા ગયેલી સગીરા ઉપર બાઇક સવાર લવરમુછીયાઓએ દુષ્કર્મ આચર્યું. મુલાકાત સમયે વાતોવાતોમાં ઉન્માદમાં આવી 5 શખસોમાંથી 3 હવસખોરોએ કામવાસના સંતોષી. આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા.…
ગુજરાતમાં વરસાદ ભાદરવે ભરપૂર કર્યા બાદ હજુ પણ ખમૈયા કરે તેવું લાગતું નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આવનારા 2 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયો વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ રહે તેવી આગાહી છે. અંબાલાલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી સમયમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. 22 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની સંભાવના છે. માવઠા બાદ ઠંડીનો…
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આણંદ સ્થિત NDDBના હિરક જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. પ્રવચન દરમ્યાન રાજ્યમાં સહકારી માળખાને વધુને વધુ મજબૂત બનાવવાની હાકલ કરી છે. અમિત શાહે કહ્યું કે સહકારિતા આંદોલનને કારણે જ વર્તમાન સમયમાં શ્વેત ક્રાંતિમાં પરિવર્તન આવ્યું છે. 1964માં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ અમૂલની વિચારધારાને સમજી NDDBની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. આજે NDDB વિશ્વભરમાં મોટી સંસ્થા બની ગઇ છે. રાજ્યની 35 લાખ મહિલાઓ પશુપાલન સાથે જોડાયેલી છે. અમિત શાહે કહ્યું કે અમૂલ અને NDDBનું સહકારી ક્ષેત્રનું મોડલ અનોખું છે. આ મોડલ થકી નાના ખેડૂતોની મુડી એકત્ર કરી તેમને નફો વહેંચી તેમને સમૃદ્ધ બનાવવામાં આવે છે. દૂધમાં…
ગુજરાતમાં ખેડૂતો બાદ હવે સરકારે ભાડૂતો અને મકાન માલિકો સામે આંખ લાલ કરી છે. ભાડા કરાર ન કરાવનાર મકાન માલિક તથા ભાડુઆત પર ગુજરાત પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી છે. ગુજરાત પોલીસે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આ અંગે ડ્રાઈવ હાથ ધરી છે. છેલ્લા 6 દિવસમાં 30,000થી વધુ ઘરોમાં ચેકિંગની કાર્યવાહી કરી છે. જેમાંથી નોંધણીના નિયમોનું પાલન નહી કરનારા કુલ 2,515 ભાડુઆતો અને માલિકો વિરૂધ્ધ પોલીસ કેસ નોંધ્યા છે. અમદાવાદ શહેરમાં 121, સુરતમાં 192 કેસ કરાયા તો ગાંધીનગરમાં 112 વડોદરામાં 490 અને પંચમહાલમાં 101 કેસ કરાયા છે. આ ઉપરાંત રાજકોટમાં…
ગુજરાતમાં શિક્ષણને કલંકીત કરતી વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષકની શંકાને કારણે વિદ્યાર્થીને આપઘાત કરવાની ફરજ પડી હોવાની માહિતી છે. રાજકોટ જિલ્લાનાં લોધીકા તાલુકાનાં મોટાવાડા ગામનાં 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ જિવન ટુંકાવી લેતા ચકચાર મચી છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં જણાવ્યું કે મે મારા શિક્ષકને ખુબ જ સમજાવ્યા કે પેપર હું ઘરેથી નથી લખી લાવ્યો. શિક્ષકે મારી એક વાત ન સાંભળી. મને પોલીસને સોપવાની ઘમકી આપી માનસિક ત્રાસ આપ્યો. જો મે આપઘાત ન કર્યો હોત તો હું જેલમાં હોત..મમ્મી પપ્પા તમે હમેશા ખુશ રહેજો..મારા મીત્રો તમે વીડિયો મોબાઇલમાં જોઇ લેજો..જો કે…
ગુજરાત રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી ટોલનાકાથી લઇ અધિકારી અને નકલી પોલીસથી લઇ નકલી જજ સુધી. ભાજપને નકલીનું ગ્રહણ લાગી ગયું છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે. આ કેસની હાલ તપાસ ચાલુ છે. પોલીસ તપાસ દરમિયાન નકલી જજ અને નકલી કોર્ટ પકડાવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. નકલી જજ મોરિસ સામે અગાઉ પણ ગુના નોંધાયા છે. ચાંદખેડામાં એક બંગલાને નકલી દસ્તાવેજ બનાવીને વેચ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે..ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઝાનમાં 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે મંગળવારથી બે દિવસીય રશિયાના પ્રવાસે રવાના થયા છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની સમિટ રશિયાના કઝાન શહેરમાં 22 અને 23 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. સંસ્થાના વિસ્તરણ પછી આ પ્રથમ સમિટ છે. આ વર્ષે ઈજિપ્ત, ઈરાન, ઈથોપિયા અને યુએઈ આ સંગઠનમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતે જતાં પહેલાં કહ્યું હતું કે ભારત બ્રિક્સમાં નજીકના સહયોગને મહત્વ આપે છે. કઝાનની તેમની મુલાકાત ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે. વૈશ્વિક વિકાસ એજન્ડા, સુધારેલ બહુપક્ષીયવાદ, આબોહવા પરિવર્તન, આર્થિક સહયોગ, સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓનું નિર્માણ, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકોના…
રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં સતત વધતા જતા અકસ્માતોને ધ્યાને લઇ પ્રાદેશિક અધિકારીઓને ટ્રાફિક ડ્રાઇવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે. હેલમેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધવાનો કડક અમલ કરાવાની સૂચનાં આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતો સતત વધી રહ્યા છે. બેફામ વાહન ચાલકોને કારણે નિર્દોષ લોકોએ જિવ ગુમાવવા પડ્યા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનાં કાન આમળ્યા છે. ઓવર સ્પિડ, હેલમેટ અને સીટ બેલ્ટ અંગે ચૂસ્ત પાલન કરવા આદેશ આપ્યા છે. પરંતુ રાજ્ય સરકાર હાઇકોર્ટનાં આદેશને ઘોળીને પી ગઇ હોઇ તેમ સતત નિષ્ક્રીય રહી.…
દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના વડાઓની 14મી નેશનલ કોન્ફરન્સનું આયોજન 22 અને 23 ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ એક ઐતિહાસિક ઘટના પણ છે કારણ કે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ફોર્સિસની આ મહત્વપૂર્ણ નેશનલ કોન્ફરન્સ ૧૯ વર્ષ પછી યોજાવા જઈ રહી છે અને તે પણ પ્રથમ વખત ગુજરાતમાં અને પાટનગર ગાંધીનગરમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુરક્ષિત અને સલામત ભારતનું સ્વપ્ન સાકાર કરવા આ બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ કરશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ…