Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

કેન્દ્ર સરકારે ફ્લાઈટને બોંબથી ઉડાવવાની ધમકીઓને ગંભીરતાથી લીધી છે. સોશિયલ સાઈટ ‘X’ની આકરી ઝાટકણી કાઢી છે. મોટાભાગની અફવાઓ સોશિયલ મીડિયા સાઈટ એક્સ દ્વારા ફેલાતી હોવાથી કેન્દ્રીય આઈટી મંત્રાલય એકશનમાં આવ્યું છે. ટ્વીટર સામે લાલ આંખ કરી છે. સોશિયલ મીડિયાનાં પ્રતિનિધિઓ સાથે બેઠક કેન્દ્રીય સંયુક્ત સચિવ સંકેત એસ.ભોંડવેએ ‘X’ અને ‘Meta’ સહીતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અનેક સવાલો કર્યા. ગુનાખોરી અટકાવવા માટે સોશ્યલ મીડિયાની જવાબદારી અંગે ચર્ચા કરી. લોકોમાં ભય ફેલાવતી અફવાઓ અટકાવવાની તાતી જરૂરિયાત હોવા અંગે જણાવ્યું. નકલી ધમકીઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરાશે ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુએ કહ્યું હતું કે,…

Read More

ગુજરાતની ડબલ એન્જિન સરકારે જગતનાં તાતને રાહત પેકેજ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિમાં નુકસાની વહોરેલા ખેડૂતોને 1492.62 કરોડની રાહત રાજ્ય સરકારે આપી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અન્નદાતા મહામુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. બિયારણ સહિતની વસ્તુઓ મોંધી થતા હાલાકીનો સામનો કરવો પડતો હતો. ઉપરાંત વાવાઝાડા સહીતનાં વરસાદે વેરેલા વિનાશે જગતનાં તાતને કમરતોડ ફટકો આપ્યો હતો. પડ્યા પર પાટુંનાં ઘાટ સર્જાતા ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની હતી. જેને લઇને ખેડૂતોએ રાજ્ય રસકાર સમક્ષ રાહત પેકેજની માગ કરી હતી. રાજ્ય સરકારે ખેડૂતોની માગ સંતોષી દિવાળી સમયે રાહત પેકેજ જાહેર થતા જગતનાં તાતે રાહતનો શ્વાસ ખેંચ્યો છે. 20 જિલ્લાનાં ખેડૂતોને મળશે લાભ રાજ્ય સરકારનાં…

Read More

ભારતીય શેરબજારમાં આ સપ્તાહના ત્રીજા દિવસે પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. 23 ઓક્ટોમ્બર દિવસના અંતે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ફેરફારોના અંતે સેન્સેક્સ 138.74 પોઇન્ટના ઘટાડા સાથે 80,081.98એ બંધ રહ્યો છો. તો નિફ્ટી 36.60 પોઇન્ટ ઘટાડા સાથે 24,435એ બંધ થયો હતો. સેન્સેક્સમાં 0.17 ટકા અને નિફ્ટીમાં 0.15 ટકાનો ઘટાડો દર્શાવે છે. અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો. તો વિદેશી રોકાણકારોમાં ચીન તરફથી વલણ જોવા મળતા ભારતયી શેરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જો કે આઇટી શેરોએ મોટા નુક્શાનથી બચાવામાં ઘણી સફળતા મળી હતી.

Read More

ગુરૂપુષ્ય નક્ષત્ર યોગ ગૃહપ્રવેશ, નવા વેપારની શરૂઆત, રોકાણ,  વાહન, સોનું, મિલકત કે કોઈ વિશેષ શુભ કાર્યો માટે ખૂબ જ અનુકુળ છે. પુષ્ય નક્ષત્ર દર મહિને આવે છે પરંતુ જ્યારે ગુરૂવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ આવે ત્યારે તેને ગુરૂ પુષ્ય નક્ષત્ર યોગ કહેવાય છે. જાણો ઑક્ટોબર 2024માં ગુરૂપુષ્ય નક્ષત્ર યોગ ક્યારે? ગુરૂપુષ્ય નક્ષત્ર 24 ઑક્ટોબર 2024 ના રોજ છે એટલે કે ધનતેરસ અને દિવાળી પહેલાં. આ દિવસે વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે વસ્તુ ખરીદવાથી લાંબો સમય ચાલે છે અને લાભ આપે છે. ગુરૂપુષ્ય નક્ષત્રનું મહત્વ ગુરૂ ગ્રહ અને પુષ્ય નક્ષત્રને ધન, સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં…

Read More

ગુજરાતનાં સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરી છે. દિવાળી બાદ પડતર દિવસે પણ રજા રહેશે. રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે કેલેન્ડર વર્ષ 2024 મુજબ તા.31-10-2024 ગુરૂવારે દિવાળીની રજા, તા.2-11-2024 શનિવારે નૂતન વર્ષની રજા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજની રજા રહેશે. તા.1-11-2024 શુક્રવારે સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી, પરંતુ તે દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો પણ નિર્ણય કર્યો છે.

Read More

દિવાળીના તહેવારો શરૂ થવામાં હવે ગણતરીનાં દિવસો બાકી છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે સાથે સાથે દિવાળી ક્યારે ઉજવવી તે પળોજણ પણ છે. વારાણસી, ઉજ્જૈન, નાથદ્વારા,દ્વારકા, મથુરા, વૃંદાવન, તિરૂપતિમાં 31 ઑક્ટોબરે જ્યારે અયોધ્યા-રામેશ્વરમાં 1 નવેમ્બરે દિવાળીની ઉજવણી કરવામાં આવે તેવી શક્યતા છે. દિવાળીને લઇને આ વર્ષે પણ જ્યોતિષાચાર્યો-શાસ્ત્રવિદોમાં મતભેદ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્યોનાં મતે આ વર્ષે 31 ઑક્ટોબરે જ દિવાળી મનાવવી શ્રેષ્ઠ છે. લક્ષ્મી પૂજા માટે સાંજનો સમય હોવો જરૂરી છે. 31 ઑક્ટોબરે સંધ્યાકાળના સમયે અમાસ છે એટલે આ દિવસે જ દિવાળી ઉજવવી જોઈએ. બનારસ હિન્દુ મહાવિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના મતે 1 નવેમ્બરે દિવાળી છે જ નહીં. તેઓ માને છે કે 31 ઑક્ટોબરે…

Read More

વાવ વિધાનસભાની પેટાચૂંટણી આગામી 13મી નવેમ્બરે યોજાવા જઇ રહી છે. અને પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.  આ પહેલા ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઉમેદવારો નક્કી કરે છે. કોંગ્રેસ તરફથી લગભગ ગુલાબસિંહ રાજપૂત જાહેર થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં  કે.પી.ગઢવી, ઠાકરશી રબારી અને વાવ બેઠકના પ્રભારી બળદેવજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. જેમાં વાવ બેઠક પર ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. દાવેદારીમાં સૌથી વધુ ગુલાબસિંહ રાજપૂતનું નામ મોખરે ગણવામાં આવી રહ્યું છે. દાવેદારીમાં ઠાકરશી રબારી, કે.પી. ગઢવી, દાવેદારી નોધાવી હતી. ગુલાબસિંહ રાજપૂત  વર્ષ 2019માં થરાદ વિધાનસભાની…

Read More

દિવાળી પહેલા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યભરમાં ભેળસેળીયા વેપારીઓ સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. જામનગરમાં એક અઠવાડિયામાં 50 સ્થળોએ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં નામચીન બાલાજી સ્વીટમાંથી 70 કિલો મોતિચુરના અખાદ્ય લાડુનો નાસ કરવામાં આવ્યો. કિષ્ના ગુલાબજાંબુ નામની દુકાન માંથી ગુલાબ જાંબુના 90 બોક્સ કુલ 45 કિલો, તેલ 30 કિલો, ચાસણી 50 કિલો, કુલ જથ્થો 125 કિલોનો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. બેડેશ્વર રિષભ ગૃહ ઉઘોગના ગોડાઉનમાંથી વાસી ખોરાક અને શંકાસ્પદ માવો મળી આવતા કાર્યવાહી કરી છે. જેમાં લાડુ 8 કિલો અને 100 કિલો માવાનો નાશ કર્યો. વેપારીઓને ચેતવણી આપવામાં આવી કે જો આગામી સમયમાં ફરી વખત…

Read More

વડોદરા શહેરમાં અચાનક ઇન્ક્મટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે. નામાંકિત બિલ્ડર ગૃપમાં અચાનક દરોડા પાડવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ મચી ગયો છે. દિવાળીના તહેવારો પર ઇન્ક્મ ટેક્ષ વિભાગ એક્ટીવ થતા ફફડાટ જોવા મળ્યો છે. ગુજરાતમાં ઘણા સમયબાદ ઇન્કમટેક્ષનું સર્ચ મોટુ સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે. વહેલી સવારે વડોદરામાં આઇટી વિભાગની 12 થી વધુ ટીમો બિલ્ડર ગૃપમાં બે નામાંકિત બિલ્ડરના ત્યાં રેડ પાડવામાં આવી છે. આ રેડમાં અમદાવાદ સહિત સુરતના આઇટી વિભાગના 100થી વધુ અધિકારીઓ પણ જોડાયેલા છે. આઇટી વિભાગના અધિકારીઓએ બિલ્ડર નિલેશ શેઠ અને સોનક શાહ સહિતના ભાગીદારોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આઇટી વિભાગની તપાસ હજુ લાબા સમય સુધી…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ-2024માં ભાગ લેવા રશિયાના પ્રવાસે છે, ત્યારે બ્રિક્સ સમિટના બીજા દિવસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગને મળવાની શક્યતા છે. આ સાથે બ્રિક્સ સંમેલનમાં મેનિફેસ્ટો બહાર પડશે. જેની સમગ્ર દુનિયાની નજર આ બ્રિક્સ સંમેલન પર રહેલી છે. યુક્રેન યુધ્ધ પછી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અમેરિકા અને યુરોપિયન દેશોને નિશાના પર છે. ત્યારે પુતિને સમિટ દ્વારા સમગ્ર વિશ્વમાં પોતાનો સંદોશો પહોચાડવામાં કોઇ કસર રાખી નથી. આજે બ્રિક્સ સંમેલન બાદ કઝાન ઘોષણા પર સૌની નજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન પહોચ્યા છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિની સાથે યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ, ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ…

Read More